થરાદ:ડાગેશ્વર મહાદેવ ના મંદિરે રુદ્રી અભિષેક

થરાદ શહેરમાં આવેલા ડાંગેશ્વર મહાદેવના મંદિરે છેલ્લો સોમવાર હોય શિવભક્તો દ્વારા રુદ્રી અભિષેક કરવામાં આવ્યો હતો
આજે શ્રાવણ નો છેલ્લો સોમવાર હોય આજે વહેલી સવારથી જ શિવભક્તો શિવાલયમાં જઈને શિવજી ની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને જળ અને દૂધના અભિષેક કરાવવા આવ્યો હતો આજે શ્રાવણમાં છેલ્લો સોમવાર હોય થરાદ શહેરમાં આવેલા ડાંગેશ્વર મહાદેવના મંદિરે શિવભક્તો દ્વારા રુદ્રી અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું શિવ ભક્તો દ્વારા આજે રાત્રે શિવાલયમાં રોકાય અને રાત્રિના બીજા પ્રહારથી જ શિવજીને રુદ્રી અભિષેક શરૂ કરવામાં આવ્યો હતો તેમજ ડાંગેશ્વર મહાદેવના મંદિરે શિવ ભક્તો દ્વારા વન ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું, પ્રદીપભાઈ મારાજ દ્વારા શિવ ભગતો ને રુદ્રી અભિષેક કરવામાં આવ્યો હતો જેમા શિવ ભક્ત પથુસિંહ રાજપુત, જવાનસિંહ રાજપુત, શિવરાજસિંહ રાજપુત, વિપુલસિંહ રાજપુત, પ્રતાપસિંહ રાજપુત, જયરાજસિંહ રાજપુત, દ્વારા ડાંગેશ્વર મહાદેવ ના મંદિરે રુદ્રી અભિષેક કર્યો હતો અને શિવજીને 1008 ધતુરા ના ફૂલ અર્પણ કર્યા હતા અને 365 દીવડાની આરતી શિવજીને કરવામાં આવી હતી.
રિપોર્ટ :જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756