પત્રકાર એકતા પરિષદ દ્વારા મોડાસા તાલુકાનો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

પત્રકાર એકતા પરિષદ દ્વારા મોડાસા તાલુકાનો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
Spread the love

પત્રકાર એકતા પરિષદ દ્વારા મોડાસા તાલુકાનો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

આજ રોજ અરવલ્લી જિલ્લા પત્રકાર એકતા પરિષદ ની સુચના ને અનુસરી મોડાસા તાલુકા પત્રકાર એકતા પરિષદ દ્વારા ઘાંચી હાઇસ્કુલ,ભેરૂન્ડા રોડ, મોડાસા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ માં ૫૦ જેટલા વૃક્ષ ના છોડ વાવી અને તેની માવજત કરવાની જવાબદારી સાથેનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યારે વિવિધ પ્રકાર ના છોડ પત્રકાર એકતા પરિષદ ના જિલ્લા ના હોદ્દેદારો અને મોડાસા તાલુકાના હોદ્દેદારો અને સભ્યો ના હસ્તે વૃક્ષારોપણ કરાયું આ કાર્યક્રમ કરવાનો મુખ્ય આશય ગ્લોબલ વોર્મિંગની અસરો વાતાવરણ પર થઇ રહી છે ત્યારે પત્રકાર એકતા પરિષદ આ પડકાર ને પહોચવા મોડાસા તાલુકામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઘાંચી હાઇસ્કુલ ના પ્રમુખ સિકન્દરભાઇ (રાજા બાબુ) ના સહયોગ થી સ્કુલ કેમ્પસ માં વૃક્ષારોપણ કરાયું હતું ત્યારે જિલ્લા પત્રકાર એકતા પરિષદ ના પ્રમુખ વિપુલભાઇ રાણા, ઉપ પ્રમુખ અમીતભાઇ ઉપાધ્યાય, વૈભવભાઇ રાઠોડ, જિલ્લા ના ખજાનચી અલ્પેશભાઇ રાઠોડ, પ્રદેશ કારોબારી સભ્ય સમીર બલોચ, મોડાસા તાલુકા પ્રમુખ ભરતભાઇ કડિયા, મહામંત્રી ભરતભાઇ ભાવસાર, સૌરભ ત્રિવેદી, સલાહકાર ઇકબાલભાઇ ચિસ્તી, આઇ.ટી.સેલ, નીતિન પંડયા ઘાંચી હાઇસ્કુલ સંસ્થાના ટ્રસ્ટી ગણ સ્ટાફ મિત્રો અને મોડાસા તાલુકાના સમગ્ર પત્રકારો ઉપસ્થિત રહી વૄક્ષારોપણ કાર્યક્રમ સફળબનાવ્યો હતો સમગ્ર કાર્યક્રમ નું સંચાલન અને આભાર વીધી કનુભાઇ ભરવાડ દ્વારા કરી અને કાર્યક્રમ બાદ સ્વરૂચી ભોજન લઇ છુટા પડ્યા હતા…

રિપોર્ટ:-અર્પણ રાઠોડ (અરવલ્લી)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!