રાજકોટ માં મહાનગરપાલિકા દબાણ હટાવ શાખાની કામગીરી

રાજકોટ માં મહાનગરપાલિકા દબાણ હટાવ શાખાની કામગીરી.
રાજકોટ માં મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તા.૮/૮/૨૦૨૨ થી ૨૨/૮/૨૦૨૨ ની શહેરમાં જુદી-જુદી જગ્યાએ જાહેરમાર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. જેમ કે, રસ્તા પર નડતર ૭ રેંકડી-કેબીનો રામાપીર ચોકડી, વૈશાલીનગર, મવડી મે.રોડ, લક્ષ્મીનગર PGVCL ઑફીસ પાસે, પુષ્કરધામ રોડ, શિવમપાર્ક, ગાયત્રીનગર,આંનદ બંગલા ચોક, જંકશન રોડ, જ્યુબેલી માર્કેટ, મોચીબજાર, ગુમાનસીંહજી માર્કેટ, રેસકોર્ષ ગ્રાઉન્ડ, કૃષ્ણનગર મે.રોડ, પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદી-જુદી અન્ય ૨૪ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે જ્યુબીલી, નુતન નગર રોડ, અયોધ્યા ચોક, મવડી મે.રોડ, એસ્ટ્રોન નાલા પાસે, રેસકોર્ષ ગ્રાઉન્ડ, હોસ્પીટલ ચોક, રેલ્વે જંક્સન, રૈયા રોડ, બસ સ્ટેશન સામે ઢેબર રોડ, નંદનવન મેઈન રોડ, ચંદ્રેશનગર, કુવાવડા રોડ, શાસ્ત્રીમેદાન પરથી જપ્ત કરવામાં આવી હતી.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756