થરાદ:આપ પાર્ટી દ્વારા લંપી વાઈરસ ને લઈ આવેદનપત્ર

થરાદ આપ દ્વારા લંપિ વાયરસ ને લઈને પ્રાંત કચેરી ખાતે અપાયું આવેદન પત્ર
સવિનય જય ભારત સાથે જણાવવાનું કે લમ્પી સ્કીન ડોસીસ વાયરસ આખા ગુજરાતમાં હાહાકાર મચાવી રહ્યો છે તેવીજ રીતે બનાસકાંઠાના થરાદ વિસ્તારના તમામ ગામડાઓ અને ગૌશાળા મો પણ લમ્પી વાયરસના કેસ ગાય માતાઓ મો વધારે પ્રમાણ મો જોવા મળી રહ્યા છે અને તેને કારણ હાલ થરાદ ના પશુપાલકો અને ગૌશાળા ના સંચાલકો ઉપર મોટી આફતનું એંધાણ સર્જાઈ રહ્યું છે અને ગાય માતાને લમ્પી વાયરસ થી બચાવવા માટે થરાદ તાલુકના ગામડે ગામડે યુવાનો પોતાની રીતે યથાશક્તિ પ્રમાણે ફાળો લોકફાળો આપીને ગાય માતાને દેશી દવા રૂપે આર્યુવેદીક લાડવા અને ઘરગથ્થું ઉપચાર કરીને બચાવવા ની કોશિશ કરી રહ્યા છે પણ સાથે સાથે ગુજરાત પશુપાલન ખાતું થરાદ મો પશુ દવાખાના અને વેટરનરી ક્લિનિક ઉપર સઘન રસીકરણ ઉપલબ્ધ કરાવે અને જરૂરી દવા ગોળી વ્યવસ્થા કરવામો આવે સાથે સાથે થરાદ વિસ્તારમાં કરુણા એમ્બ્યુલન્સની સુવિધા નથી . તો દાદ તાલુકામો કરુણા એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરાવે તો હજુ બાકી ની ઘણી બધી ગાયો નો જવ બચી જાય તેમ છે . સાથે સાથે જે ગાય માતા મૃત્યુ પામી છે એમનો જેતે ગામ પંચાયત ના સરપંચ શ્રી અને નગરપલકા વિસ્તારમાં નગરપાલિકા એમનો યોગ્ય રીતે નિકાલ કરે જેથી કરી ને આ ચોનાસાની સીજન રોગચાળો ફાટી ન નીકળે તે માટે એમને યોગ્ય વયવસ્થા કરવા તત્કાળ જાણ કરવી બીજું કે સરકાર શ્રીએ ગાયોના નિભાવ માટે બજેટમો ૫૦૦ કરોડની જોગવાઈ ની જાહેરત કરી હતી પણ આજ દિવસ સુધી એની ફાળવણી કરેલ નથી તો તાત્કાલિક રીતે એનું ચુકવણું કરવામો આવે જેથી ને ગૌશાળા ના સંચાલકો ગાયો માટે ઘાસચારા અને દવા વગેરેની ટાઇમસર યોગ્ય વ્યવસ્થા કરી શકે જેથી કરીને ગાયોને વધુ મોતના મુખ મોથી બચાવી શકાય.આ ઉપરોક્ત તમામ રજૂઆતો આમ આદમી પાર્ટી થરાદ દ્વારા આપ સમક્ષ કરવામો આવે છે જેનો આપ સાહેબ શ્રી જે તે વિભાગ જોડે જલ્દીથી જલ્દી અમલવારી કરાવો તેવી અમારી આપ સમક્ષ માગણી અને લાગણી છે.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા (થરાદ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756