થરાદ: ભુરીયા ગામે હનુમાન મંદિરે સુંદરકાંડ નું આયોજન

થરાદ: ભુરીયા ગામે હનુમાન મંદિરે સુંદરકાંડ નું આયોજન
Spread the love

થરાદ તાલુકાના ભૂરિયા મુકામે પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે 11મુખી હનુમાનજી ધામ ખાતે જગત કલ્યાણ માટે 96મા સંગીતમય સુંદરકાંડનો પાઠ થયો
સાધુ, સંતો, મહંતો હંમેશા વિશ્વ ના તમામ જીવાત્માઓનુ હંમેશા ભલુ થાય તેના માટે વિવિધ પ્રકારે કાર્યો કરતા હોય છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ભૂરિયા મુકામે આ વિસ્તારનુ એક માત્ર 11મુખી હનુમાનજી મંદિર આવેલું છે હિન્દુધર્મોધધારક જગદ્દગુરુ રામાનંદાચાર્યજી મહારાજ પરંપરાના કુબાજી દ્રારાપીઠ જીથડા રાજસ્થાન ના પીઠાધિશ્વર વાસુદેવાચાર્યજી મહારાજના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ 11મુખી હનુમાનજી ધામ ના મહંત ઘેવરદાસ મહારાજ દ્રારા વિશ્વના પ્રાણી માત્ર ના કલ્યાણ માટે દર શનિવારે 11મુખી હનુમાન દાદા ના સાનિધ્યમાં સુંદર કાંડ પાઠ કરવાની અનોખી શ્રુખલા શરૂ કરવામાં આવેલ છે તેમા આજે સતત 96મા શનિવારે માનસ કથાકાર નરસેંગદાસ રામાનંદી વલાદરવાલાના સ્વરમાં બહોળી સંખ્યામાં ભક્તજનો તથા માસેંગારામ મોદી ટી.ડી.ઓ સાંચોર તથા ગણમાન્ય લોકો ની હાજરીમા યોજાયો ગૌ માતા જલ્દી થી લંપી વાયરસમાંથી મુક્ત થાય તે માટે હનુમાનજી મહારાજ ને પ્રાર્થના કરવામાં આવી મહંતશ્રી ઘેવરદાસ મહારાજ હરિદ્વાર તિર્થયાત્રા કરી નીજ મંદિરે પરત આવતાં બાપુના સેવકસમુદાય દ્રારા પૂજય બાપુનુ સ્વાગત કરવામાં આવ્યું હતું
કળિયુગમાં હનુમાનજી મહારાજ હાજરા હજૂર દેવ છે આ પંથકમાં ગેલા મુકામે હનુમાનજી મહારાજ ના સ્થાને શ્રીફલનો પહાડ બનેલ છે ગુજરાત બોર્ડરથી નજીક રાજસ્થાન ના ગોલાસન મુકામે સ્વયંભૂ પ્રગટ હનુમાનજી નુ સ્થાન આવેલ છે આ બંને સ્થાનોના વચ્ચે ના ભાગમા ભૂરિયા મુકામે 11મુખી હનુમાનજી નુ સ્થાન આવેલ છે 11મુખી હનુમાન દાદા ના અપરંપાર પરચાઓને કારણે દર શનિવારે દુર દુરથી શ્રદ્ધાળુઓ નો માનવ મહેરામણ ઉમટી પડે છે
આ સ્થાન પર 11મુખી હનુમાનજી ની પથ્થરમાંથી વિરાટ પ્રતિમા નિર્માણ નુ કામ ચાલુ છે ભકતજનોના સાથ સહકારથી આ જગ્યાએ ભવ્ય તીર્થક્ષેત્ર નુ નિર્માણ થશે આવા પવિત્ર અને પરચાધારી સ્થાનના દર્શન કરવા તે એક જીવનનો લ્હાવો છે.

રિપોર્ટ: જનકસિહ વાઘેલા થરાદ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG-20220827-WA0034.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!