વાવ વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપી લેતી એલસીબી બનાસકાંઠા
એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસો વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “એક સફેદ કલરની મારૂતી સ્વીફટ ગાડી નં. GJ.01 RP 8046 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી થરાદ તરફથી આવી અને મોરીખા ગામ રોડ ઉપર થઇ આગળ જનાર છે.” જે બાતમી હકીકત આધારે ગાડીનો પીછો કરતા ગાડીનો ચાલક દેથળી ગામ તળાવ પાસે એક બાવળની ઝાડીમાં તેના કબ્જાની ગાડી મૂકી ઝાડીમાં ભાગી ગયેલ અને ગાડીમાંથી ગે.કા અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ બોટલ બીયર ટીન મળી કુલ નંગ-૭૮ કિ૮૯૮૧૧૪ તથા સ્વીફ્ટ ગાડીની કિ.રૂ.૪,૦૦,૦૦૪ મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૪,૮૯,૮૧૧/- ની હેરાફેરી કરી પોલીસ નાકાબંધી દરમ્યાન દેથળી ગામ તળાવ પાસે ગાડી મુકી ભાગી જનાર વિરૂધ્ધ વાવ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
રિપોર્ટ :જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756