વડિયા ના સહયોગ થી વડિયા ખાતે રાહત દરે કેસર આંબાની કલમનુ વિતરણ કરવા નું આયોજન

નવરંગ નેચર ક્લબ રાજકોટ અને પત્રકાર એકતા પરિષદ વડિયા ના સહયોગ થી વડિયા ખાતે રાહત દરે કેસર આંબાની કલમનુ વિતરણ કરવા નું આયોજન
શ્રી સુરગવાળા હાઈસ્કૂલ મા કેસર કેરી ના આંબા કલમ નુ રાહત દરે વિતરણ કરવામાં આવશે
07/09/2022ને બુધવારે સવારે 9(નવ )કલાકે થી વિતરણ શરુ કરાશે
વડિયા
દેશના પર્યાવરણ ને જાળવવા માટે રાજકોટ ની નવરંગ નેચર ક્લબ દ્વારા વિવિધ શહેરો અને ગામડાઓ મા જઈ ને ફળાવ રોપા અને કલમ નુ રાહત દરે વિતરણ કરી લોકો વધુ ને વધુ વૃક્ષ પોતાના ઘરે અને વાડીએ વાવે તેવા ઉમદા પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે અમરેલી જિલ્લા ના છેવાડા ના તાલુકા મથક એવા વડિયા મા નવરંગ નેચર ક્લબ અને વડિયા પત્રકાર એકતા પરિષદ દ્વવારા વડિયા ની શ્રી સુરગવાળા સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે તારીખ 7(સાત )મી સપ્ટેમ્બર અને બુધવારે સવારે 9( નવ) વાગ્યે કેસર કેરી ના આંબા ની કલમ નુ રાહત દરે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમા કેસર આંબાની 2.5 થી 3 ફૂટ ની ઉંચાઈ ની કલમ ના 100રૂપિયા અને 4.5 ફૂટ થી 5 ફૂટ ની આંબાની કલમ ના 200રૂપિયા લેખે રાહત દરે વિતરણ કરવામાં આવશે તો વડિયા વિસ્તાર ના લોકોને આવા ફળાવ વૃક્ષનુ પ્રમાણ વધે સાથે પર્યાવરણ ની જાણવણી થાય તેવા ઉમદા હેતુ થી આ વિતરણ નુ આયોજન કરવામાં આવ્યુ આ માટે નવરંગ નેચર ક્લબ રાજકોટ ના વી ડી બાલા સાહેબ મો.9427563898, વડિયા પત્રકાર એકતા પરિષદ ના પ્રમુખ ભીખુભાઇ વોરા મો.9978583632 નો સંપર્ક કરવા જણાવાયું છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756