મોરબી “યુવા ગ્રૂપ કા રાજા” આયોજિત ગણેશોત્સવમાં આજે સાંજે ગણપતિબાપા આપશે ભક્તોને દર્શન

મોરબી “યુવા ગ્રૂપ કા રાજા” આયોજિત ગણેશોત્સવમાં આજે સાંજે ગણપતિબાપા આપશે ભક્તોને દર્શન
Spread the love

દસ દિવસ સુધી સવાર-સાંજ નિયમિત આરતી -પૂજા -અર્ચના કરીને વિઘ્નહર્તાની કરાઇ છે આરાધના

મોરબી : પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટી ખાતે યુવા ગ્રુપ કા રાજા ગણપતિ મહોત્સવમા આજે સાંજે આરતીમાં 7:30 કલાકે ગણપતિબાપા તેમના વાહન મુસ્કરાજ સાથે ભક્તો ને દર્શન આપવા આવશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં યુવા ગ્રુપ દ્વારા સોસાયટીના સાર્વજનિક મેદાનમાં સતત્ત બિજા વર્ષે બાપા નો પંડાલ ઉભો કરવામાં આવ્યો છે અને ભક્તિભાવપૂર્વક વાજતે ગાજતે ગણેશજી મૂર્તિનું સોસાયટીના ગેટથી પંડાલ સુધી રાસ-ગરબાની રમઝટ સાથે સ્થાપન કરવામાં આવ્યું છે.અને દસ દિવસ સુધી ગણપતિ બાપાની પૂજા અર્ચના કરાઇ છે.પંડાલમાં ગણપતિ બાપાની પૂજા અર્ચના સાથે દરરોજ ગણપતિ દાદાને લાડુ, અન્નકૂટ સહિતના પ્રસાદ અર્પણ કરાઇ તો. મહાઆરતી સાથે દરરોજ ગણેશજીની ભક્તિ કરીને લોકો વિધ્નહર્તાની ભક્તિમાં તલ્લીન બન્યા છે. આજે ગણેશ મહોત્સવમાં સાંજે 7:30 કલાકે આરતીમા સોસાયટીના બાળકોને ગણપતિ બાપા અને તેમનું વાહન મુસ્ક્રારાજ બનાવી ભક્તોને દર્શન આપવા આવશે તો તમામ ભકજનોને બાપા ના દર્શન કરવા આવવા યુવા ગ્રુપ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યુ છે .

રિપોર્ટ :- જનક રાજા, મોરબી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG-20220904-WA0001-1.jpg IMG-20220903-WA0006-0.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!