મોરબીના ગણેશ મહોત્સવમાં વેશભૂષા કાર્યક્રમ, ભૂલકાઓથી લઈને યુવાનોએ ઉત્સાભેર ભાગ લીધો

મોરબીના ગણેશ મહોત્સવમાં વેશભૂષા કાર્યક્રમ, ભૂલકાઓથી લઈને યુવાનોએ ઉત્સાભેર ભાગ લીધો
Spread the love

મોરબીના ગણેશ મહોત્સવમાં વેશભૂષા કાર્યક્રમ, ભૂલકાઓથી લઈને યુવાનોએ ઉત્સાભેર ભાગ લીધો
રામાયણ, મહાભારતના પાત્ર ઉપરાંત તારક
મહેતા કા ઉલટા ચશ્માંના પાત્રો નિભાવ્યા,
મોરબીમાં ગણેશ મહોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં ઘંટિયાપા શેરીમાં ઘંટિયાપા મિત્ર મંડળ આયોજિત ગણેશ મહોત્સવમાં ગણેશ પૂજન સાથે વિવિધ કાર્યક્રમોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં વેશભૂષા કાર્યક્રમ યોજાયો હતો જેનો લત્તાવાસીઓએ લાભ લીધો છે
મોરબીના નાની બજાર નજીક આવેલ ઘંટિયાપા શેરીમાં ગણેશ મહોત્સવ નિમિતે વેશભૂષા કાર્યક્રમ યોજાયો હતો જેમાં રામાયણના ભગવાન શ્રીરામ, સીતાજી અને હનુમાનજી, મહાભારતના ભગવાન શ્રીકૃષ્ણ, અર્જુન સહિતના પાત્રો ભજવવામાં આવ્યા હતા તે ઉપરાંત લોકપ્રિય સીરીયલ તારક મહેતાના પાત્રો પણ યુવાનોએ ભજવ્યા હતા જે કાર્યક્રમમાં નાના ભૂલકાઓથી લઈને યુવાનો અને વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
તે ઉપરાંત ટેડી બીયર, ભૂત અને જોકર સહિતના પાત્રો ભજવવામાં આવ્યા હતા જે કાર્યક્રમને નિહાળવા આસપાસના રહીશો પણ ઉમટી પડ્યા હતા અને લોકોએ મન ભરીને કાર્યક્રમને માણ્યો હતો તે ઉપરાંત ગણેશ મહોત્સવમાં સત્ય નારાયણ ભગવાનની કથા સહિતના કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવનાર છે જેનો ભક્તજનોએ લાભ લેવા જણાવ્યું છે

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG-20220906-WA0012-2.jpg IMG-20220906-WA0014-0.jpg IMG-20220906-WA0013-1.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!