જામનગર ના કાલાવડ નાકા બહાર સગર્ભાને પેટમાં લાત મારતાં ગર્ભમાં રહેલા બાળકનું મૃત્યુ થી અરેરાટી

જામનગર ના કાલાવડ નાકા બહાર સગર્ભાને પેટમાં લાત મારતાં ગર્ભમાં રહેલા બાળકનું મૃત્યુ થી અરેરાટી
Spread the love

જામનગરના કાલાવડ નાકા બહાર રહેતી એક ગર્ભવતી મહિલા ને તે જ વિસ્તારમાં રહેતા એક શખ્સે પેટમાં લાત મારતાં મહિલા ને ગર્ભપાત થઈ ગયો હતો, અને પેટમાં રહેલું સંતાન મૃત્યુ પામ્યું હતું. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. હુમલો કરનાર શખ્સ દુકાનેથી મફત બિસ્કીટ લઈ જતાં તેના પૈસાની ઉ ઘરાણી કરવા જતી વખતે આ હુમલો કરાયા નું પોલીસમાં જાહેર થયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત કેવી છે કે જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતી અને મૂળ બેંગ્લોરની વતની અફસાનાબેન રોશન કુમાર યાદવ નામની ૨૦ વર્ષની સગર્ભા યુવતી કે જે ગઈકાલે પોતાની બહેન સીરીનબેન ની અનાજ કરિયાણાની દુકાને બેઠી હતી, જે દરમિયાન બુરહાની પાર્ક વિસ્તારમાં રહેતો ભૂરો કસાઈ નામનો આરોપી પૈસા આપ્યા વિના બિસ્કીટ નું પેકેટ ગયો હતો. જેના પૈસાની ઉઘરાણી કરવા માટે અફસાના બેન તેની બહેન સીરીન બેન તથા હુસેનભાઇ વગેરે ભુરો ફસાઈના ઘેર ગયા હતા.

જ્યાં ભૂરા કસાઈએ પૈસા આપવાના બદલે તકરાર કરી હતી, અને અફસાના બેન કે જેઓ ગર્ભવતી હતા, તેના પેટમાં લાત મારી દેતાં તેમજ હુસેનભાઇ પર હુમલો કરી દેતાં ભારે અફડાતફડી સર્જાઇ હતી. અને તેણીના ગર્ભમાં રહેલું આશરે ત્રણેક મહિનાનું બાળક મૃત્યુ પામ્યું હતું, અને ગર્ભપાત થઈ ગયો હતો.

જે બનાવ અંગે અફસાના બેને સીટી એ. ડિવિઝન પોલીસમાં ભૂરા કસાઈ સામે ફરિયાદ નોંધાવતાં દરબારગઢ પોલીસ ચોકીના પીએસઆઇ એન. વી. હરિયાણીએ આરોપી ભૂરા કસાઈ સામે આઈપીસી કલમ ૩૧૬,૩૨૩,૫૦૪, તથા જીપીએક્ટ કલમ ૧૩૫-૧ મુજબ ગુનો નોંધી ભાગી છુટેલા આરોપીની શોધ ખોળા હાથ ધરી છે.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

content_image_d0bef7aa-15e5-48a6-ac38-6f8f2f2e467d.jpeg

Admin

Kapil Methwani

9909969099
Right Click Disabled!