વાગરા ખાતે નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

પારુલ સેવાશ્રમ હોસ્પિટલ, વાઘોડિયા દ્રારા શ્રીમતી એમ.એમ.એમ પટેલ સાર્વજનિક વિદ્યાલય (વાગરા હાઈસ્કૂલ), વાગરા દ્વારા તારીખ 04 સપ્ટેમ્બર રવિવાર ના રોજ નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ વિવિધ રોગો જેવા કે હૃદય રોગ, આંખ રોગ, સ્ત્રી રોગ સહિત ના રોગોની નિઃશુલ્ક સારવાર નિષ્ણાંત તબીબો દ્વારા કરવામાં આવી. આ કેમ્પમાં વડોદરાના સ્પેશ્યાલીસ્ટ ડૉક્ટરોની ટીમ દ્વારા સર્વ રોગ નિદાન કરવામાં આવ્યું. આ કેમ્પમાં કુલ 350 થી વધારે લોકોએ ભાગ લીધો હતો.
આ કેમ્પમાં વાગરા ગ્રામ માં સામાજિક કાર્યકર શ્રી રમણભાઈ પટેલ તથા પારુલ સેવાશ્રમ હોસ્પિટલ, વાઘોડિયાના ડૉક્ટર અને માર્કેટિંગ મેનેજર નીતિન શર્મા અને પી.આર.ઓ. પંકજ પાટણવાડિયા હાજર રહ્યાં હતાં. આવનાર સમયે આવા કેમ્પનું આયોજન થતું રહે તો લોકોને પડતી શારીરિક તકલીફોનું નિદાન વહેલીટકે બની શકે છે. સરકારી યોજના પી.એમ.જય (માં કાર્ડ) ના સહકારથી આર્થિક રીતે અસમર્થ કે કોઈપણ વ્યક્તિ આ યોજનાનો લાભ પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં લઈ મોટા રોગ કે શારીરિક તકલીફોનું નિદાન મેળવી શકે છે.
(પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ
જનસંપર્ક અધિકારી
પંકજકુમાર પાટણવાડીયા
9824001409.)
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ