અંકલેશ્વર ભાગ્યોદય સોસાયટી ખાતે RTI એક્ટિવિસ્ટની હત્યા પ્રકરણમાં વધુ 2 આરોપીઓ ઝડપાયા

અંકલેશ્વર ભાગ્યોદય સોસાયટી ખાતે RTI એક્ટિવિસ્ટની હત્યા પ્રકરણમાં વધુ 2 આરોપીઓ ઝડપાયા
Spread the love

અંકલેશ્વરના આર.ટી.આઈ.એક્ટિવિસ્ટની હત્યા પ્રકરણમાં વધુ 2 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. જેમાં મહંમદ અઝહર રિઝવાન શેખે ફાયરિંગ કર્યું હતું. હત્યામાં મદદગારી કરનારા અને મોપેડ આપનારા મહંમદ હુસેન શેખ અને મોહમ્મદ જુનેદ શેખને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે બકિંગહામ મોપેડ, કાર અને મોબાઈલ કબ્જે કર્યા હતા. અંકલેશ્વરમાં ગત 3 ઓગસ્ટના રોજ ભાગ્યોદય સોસાયટી પાસે આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ અને ટ્રાન્સપોર્ટર સદાકત અહમદ ઉર્ફે મુસા અહેમદ વાડીવાલા પર રાત્રીના અજાણ્યા ઈસમો ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતા. જે બાદ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

આ ઘટના પાછળ તેના જ પાડોશી અને બિલ્ડર સફી ઉર્ફે કાનાની જોડે ચાલી રહેલા ઝગડાની રીસ અને તેના બાંધકામ અંગેથી સદાક્તે આર.ટી.આઈ ને લઇ સર્જાયેલા વિવાદ વચ્ચે સફી ઉર્ફે કાનાનીએ સોસાયટીના જ અઝહર રિયાઝ શેખ સાથે મળી હત્યાનો પ્લાન ઘડ્યો હતો. જેમાં અઝહરે કાવતરાના ભાગરૂપે સુરતથી બર્ગમેન ગાડીની વ્યવસ્થા હુસેન મોહમ્મદ યુસુફ ઈબ્રાહીમ શેખે કરી હતી જેને તે સુરતથી લઇ આવ્યો હતો. જેમાં પોલીસને ગેરમાર્ગે દોરવા માટે જુનેદ મોહમ્મદ જાવેદ શેખે અઝહરનો મોબાઈલ અને આઈ.10 ફોરવ્હીલ ગાડી લઇ સુરત તરફ ફરતો હતો.

ત્યારબાદ રેકી કર્યા મુજબ પીછો કરી અઝહરે ફાયરિંગ કરી સીસીટીવીથી બચીને પુનગામ પહોંચ્યો હતો. જ્યાં જુનેદ સુરત-હાંસોટ થઇ મોબાઈલ અને આઈ.10 કાર લઇ આવ્યો હતો. જ્યાં બર્ગમેન ગાડી બદલી કાર લઇ અઝહર પરત ઘરે આવી ગયો હતો. આ અંગે ભરૂચ એલસીબી અને અંકલેશ્વર શહેર પોલીસને અંતે બને મદદગારી કરનારા આરોપીઓને ચોક્કસ માહિતીના આધારે અંકલેશ્વરમાંથી ઝડપી પાડ્યા હતા. હત્યામાં મદદ કરનાર એવા બર્ગમેન ગાડી લાવી આપનાર અને ચલાવનાર હુસેન મોહમ્મદ યુસુફ ઈબ્રાહીમ શેખ અને પોલીસને ગેરમાર્ગે દોરવા માટે જુનેદ મોહમ્મદ જાવેદ શેખને પોલીસે અંતે ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને પાસેથી બે મોબાઈલ ફોન આઈ.10 કાર અને બર્ગમેન મોપેડ જપ્ત કરી રિમાન્ડની તજવીજ આરંભી હતી.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ

Admin

Admin

9909969099
Right Click Disabled!