ચુલ્લા ગામથી આજે લીલી ઝંડી આપી બસ શરૂ કરવામાં આવી ,

ચુલ્લા ગામથી આજે લીલી ઝંડી આપી બસ શરૂ કરવામાં આવી ,
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકા ના ચુલ્લા ગામની અંદર આજે સવારે ગામની અંદર બસ આવી હતી અવાર નવાર ગામના સરપંચ શ્રીમતી ચેનવા હંસાબેન દ્વારા રજુઆત કરતા તંત્ર દ્વારા આજે 12 મી સપ્ટેમ્બર 2022 ને સોમવાર ના રોજ ગામની અંદર બસ આવતા ગ્રામજનો અને બાળકો માં ઉત્સાહ અને હરખ જોવા મળ્યો હતો કારણ શાળામાં અને કોલેજ જતાં બાળકો માં આણંદ ની લાગણી પ્રસરી ગઈ હતી ઈડર ડેપો માંથી બસ ગામની અંદર પ્રવેશ કરતા તુરંત બસ નું મહાકાળી મંદિર ના પૂજારી નિર્મલ પૂરી ગોસ્વામી દ્વારા બસ ને કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું ત્યાર બાદ ગામની દીકરીઓ દ્વારા સ્વાગત કરાયું ચેનવા રમેશભાઈ દ્વારા બસ ડ્રાઇવર ને પુષ્પગુચ્છ અને શાલ આપી સન્માન કરવામાં આવ્યું જે વખતે ઉપસ્થિત કોલેજ ના વિધાર્થીઓ અને વાલીઓ તેમજ પંચાયત કમેટી સભ્યો સરપંચ સહિત આગેવાનો ઉપસ્થિત રહી એસટી તંત્ર નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરી બસ ને ચુલ્લા ગામથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાયું હતું
રિપોર્ટ:-વસંતપૂરી ગોસ્વામી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756