મોરબીમા તરછોડાયેલા ૧૨ વર્ષની બાળકીને ૧૮૧ ટીમે સુરક્ષિત સ્થાને આશ્રય અપાવ્યો

મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસેથી એક ૧૨ વર્ષની બાળકી મળી આવી હોય જેથી ૧૮૧ મહિલા હેલ્પલાઈન ટીમ બાળકીની મદદે દોડી ગઈ હતી અને બાળકીને સુરક્ષિત સ્થાને આશ્રય અપાવ્યો હતો
મોરબીમાં તા. ૧૧ ના રોજ રાત્રીના ૯ વાગ્યાના અરસામાં ૧૮૧ મહિલા હેલ્પલાઈન ટીમને એક જાગૃત નાગરિકનો કોલ આવ્યો હતો જેમાં જણાવ્યું હતું કે ૧૨ વર્ષની ઉમરની બાળકી કલાકોથી જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ બેંક ઓફ બરોડા એટીએમ પાસે બેઠી છે જે ભૂલી પડી ગયેલી હોય અને ગભરાયેલી હોવાનું જણાવ્યું હતું જેથી ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઈન ટીમ દોડી ગઈ હતી અને બાળકીના માતાપિતા અને સરનામાં વિશે પૂછતાં ગભરાયેલી હોવાથી કઈ જણાવ્યું ના હતુ જેથી રેસ્ક્યુ વાનમાં બાળકીને જમાડી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું જેમાં તેના માતાપિતા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ખેતીકામ કરવા મહારાષ્ટ્રથી આવ્યા હોવાનું જણાવ્યું હતું તે ક્યાં ગામમાં ખેતીકામ કરે છે તેનું નામ આવડતું નથી તે માતાપિતા સથે ઓટો રીક્ષામાં બેસી મોરબી ચીજવસ્તુઓ લેવા આવ્યા હતા ત્યારે પિતા નશાની હાલતમાં તેની માતા સાથે ઝઘડો કર્યો હતો અને માતા પિતા ઝઘડો કરતા કરતા ક્યાંક ચાલ્યા ગયા હતા અને પિતાએ મોબાઈલ વેચી નાખ્યો હોવાથી તેનો સંપર્ક થઇ શક્યો નથી અને સગા સંબંધી તેમજ અન્ય પરિવારના સભ્યોના કોન્ટેક નંબર બાળકીને ખ્યાલ ના હોવાથી કોઈ વિગતો મળી ના હતી. જેથી વરસતા વરસાદને ધ્યાને લઈને બાળકીને સુરક્ષિત આશ્રય માટે વિકાસ ગૃહ મોરબી ખાતે લઇ જવામાં આવી હતી અને સાથે ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પલાઈનમાં જાણ કરી બાળકી વિશે સમગ્ર હકીકત જણાવી આગળની કાર્યવાહી કરવા જણાવ્યું છે આમ ૧૮૧ ટીમે બાળકીને સુરક્ષિત આશ્રય અપાવ્યો હતો
રીપોર્ટ :- જનક રાજા,મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756