મોરબીના રામધાટ નજીકથી મળેલા મૃત શિશુ મામલે ફરિયાદ દાખલ

મોરબીના રામધાટ નજીકથી નવજાત શિશુ હોવાની માહિતી મળતાની સાથે જ પોલીસ દોડી જઈને તપાસ કરવામાં આવતા નવજાત શિશુ મૃત હાલતમાં હતું જેથી તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હોય અને બાદમાં ફોરેન્સિક માટે રાજકોટ ખસેડવામાં આવ્યું છે. આ મામલે
મોરબી સીટી એ ડિવીઝન પોલીસ ખાતે આઇ.પી.સી. કલમ ૩૧૮ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને શિશુની જનેતાની શોધખોળ શરુ કરવામાં આવી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર બે દિવસ પહેલા મોરબી ના રામધાટ નજીકથી નવજાત બાળકી હોવાની માહિતી મળતા જ પોલીસ ટીમ ધટના સ્થળે દોડી ગઈ હતી અને બાળકીની તપાસ કરતા તે મૃત હાલતમાં જણાઈ આવ્યું હતું મૃત બાળકને સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક તપાસ માટે ખસેડવામાં આવ્યો હોય અને ત્યાથી મૃત નવજાત બાળકને ફોરેસિક માટે ખસેડવામાં આવ્યું હતું અને પોલીસે વધુ તપાસ ચલાવી હતી. અજાણીસ્ત્રી સામે ફરિયાદ નોંધાવી છે કે અજાણી સ્ત્રી બાળકીને જન્મ છુપાવવા જન્મ પહેલા કે જન્મતી વેળા એ મૃત પામેલ નવજાત બાળકીના મૃતદેહને ત્યજી દઈ નવજાત બાળકીના જન્મને ઈરાદા પૂર્વક છુપાવેલ તથા છુપાવવાનો પ્રયાસ કરી મૃતક નવજાત બાળકી મળી આવી હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ :- જનક રાજા,મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756