રાજય સરકારનો મહત્વનો નિર્ણય તલાટી-કમ-મંત્રીઓના ભથ્થામાં નોધપાત્ર વધારો
રાજય સરકારનો મહત્વનો નિર્ણય
તલાટી-કમ-મંત્રીઓના ભથ્થામાં નોધપાત્ર વધારો: માસિક ખાસ ભથ્થું રૂ.૯૦૦/- ના બદલે રૂ.૩૦૦૦નું ખાસ ભથ્થું અપાશે:પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી શ્રી બ્રિજેશ મેરજા
પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી શ્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ હસ્તકના તલાટી-કમ-મંત્રીઓને અપાતા ભથ્થામાં નોધપાત્ર વધારો કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.હવે થી તેમને અપાતા માસિક ખાસ ભથ્થા રૂ.૯૦૦/- ના બદલે રૂ.૩૦૦૦નું ખાસ ભથ્થું અપાશે.
મંત્રીશ્રી એ ઉમેર્યું કે, કર્મચારીઓના હિતને વરેલી રાજય સરકારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગ્રામ કક્ષાએ વિવિધ વિકાસ યોજનાઓના અમલીકરણ અધિકારી તરીકે કામગીરી સંભાળતા તલાટી-કમ-મંત્રીઓના કામમાં વર્ષ ૨૦૧૨ પછી ગ્રામ કક્ષાએ રાજય સરકારની વિવિધ વિકાસ યોજનાઓના અમલીકરણ અધિકારી તરીકેની કામગીરીમાં વધારો થયો હોઈ આ મહત્વનો નિર્ણય કરાયો છે.
તેમણે ઉમેર્યું કે,ગુજરાત રાજ્ય પંચાયત તલાટી મહામંડળની રજૂઆત પરત્વે હકારાત્મક અભિગમ દાખવીને તલાટી-કમ-મંત્રીઓને હાલમાં આપતા માસિક ખાસ ભથ્થું રૂ.૯૦૦/- ના બદલે રૂ.૩૦૦૦ નું ખાસ ભથ્થું અપાશે.આ ખાસ ભથ્થાની ગણતરી પેન્શનના હેતુ માટે કરવામાં આવશે નહિ.આ નિર્ણયનો અમલ તા.૧૩-૯- ૨૦૨૨ થી કરવામાં આવશે. રાજ્ય સ૨કા૨ના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ફરજ બજાવતા તમામ તલાટી-કમ-મંત્રીઓને આ નિર્ણય લાગુ પડશે તેમ તેમણે ઉમેર્યું હતું
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756