મોરબીમાં બે દિવસીય નિશુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાશે

સરોજબેન પ્રફુલભાઈ દોશીના આત્મા મોક્ષાર્થે ઉમિયાશંકર દયાલજી દોશી પરિવારના સહયોગથી શ્રી ડી સી મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી-૩ નવાડેલા રોડ મોરબી ખાતે શનિવાર અને રવિવારના રોજ નિશુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાશે
કેન્સરના દર્દીઓ માટે તા. ૧૭ ના રોજ સાંજે ૪ થી ૭ કલાકે અને તા. ૧૮ ના રોજ રવિવાર સવારે ૯ થી બપોરે ૧૨ સુધી કેન્સર નિદાન કેમ્પ યોજાશે જેમાં મુંબઈના કેન્સર નિષ્ણાંત સર્જન ડો. વિક્રમભાઈ સંઘવી કેન્સરના દર્દીને વિનામૂલ્યે તપાસીને યોગ્ય માર્ગદર્શન આપશે કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડીસ્પેન્સરીના મેડીકલ ઓફિસર ડો.ઝરણાંબેન પરમાર પાસે અગાઉ નોંધાવી લેવા સંસ્થાના ટ્રસ્ટી ભાવેશભાઈ શાહની યાદીમાં જણાવ્યું છે
રિપોર્ટ :- જનક રાજા,મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756