મિતાણા નજીક આવેલ ડેમી-1 ડેમ 70 ભરાયો : 6 ગામોને એલર્ટ કરાયા
ટંકારા : ટંકારા પંથક અને ઉપરવાસમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદને પગલે ટંકારાના મિતાણા ગામ પાસેનો ડેમી-1 ડેમ 70 ટકા ભરાતા 6 ગામોને એલર્ટ કરાયા છે અને પણીની આવક સતત વધતા ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની શકયતાને લઈને હેઠવાસના ગામોને નદીના પટમાં અવરજવર નહિ કરવા સૂચના અપાઈ છે.
ઉપરવાસમાં વરસાદને પગલે નવા નિરની આવક થતા ટંકારાના મિતાણા ગામ પાસેનો ડેમી-1 ડેમ 70 ટકા ભરાય ગયો છે. આ ડેમમાં હાલ 5422 ક્યુસેક પાણીના પ્રવાહની આવક ચાલુ છે. આ જળાશયની ભરપૂર સપાટી 60.35 મી. છે. પરંતુ આ જળાશયની હાલની સપાટી 59.38 મી.એ પહોંચી છે. આ ડેમમાં પાણીની આવક સતત વધતી હોવાથી આ ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની શકયતાને લઈને તંત્રએ ડેમ હેઠવાસના મીતાણા, ટંકારા, રાજાવડ, હરિપર, હરબટીયાળી, ભૂતકોટડા ગામને એલર્ટ કરી નદીના પટમાં અવરજવર નહિ કરવાની સૂચના આપી છે.
રિપોર્ટ :- જનક રાજા,મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756