દામનગર ખાદી કાર્યાલય ખાતે વિનામુલ્યે આયુર્વેદ સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ યોજાયો

દામનગર ખાદી કાર્યાલય ખાતે વિનામુલ્યે આયુર્વેદ સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ યોજાયો
શિશુકુંજ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી પંડયા ખાદી કાર્યાલય દામનગર ચલાલા અને વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ-બગસરાના સંયુકત ઉપક્રમે આયોજીત વિનામુલ્યે આયુર્વેદ કુદરતી ઉપચાર સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ માં
ભાવનગર ના અનુભવી અને અભ્યાસુ ડોકટરો રોગોનું નિદાન કરી, જરૂરી સારવાર જરૂરીયાત મંદ દર્દીઓને ડોકટરોની સુચના મુજબ વિનામુલ્યે દવાઓ શિશુકુંજ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન પરીવાર તરફથી ભેટ આપવામા આવી હતી કેમ્પમાં સાંધાના રોગો, વા ના રોગો, કબજીયાત પેટના રોગો, ચામડીના રોગો, સ્ત્રી રોગો ડાયાબીટીસ, બી.પી.માનસીક રોગો, હરસ, મસા, ભગંદર, અનિદ્રા વગેરે નાની-મોટી બીમારી બાબતે જરૂરી નિદાન કરી, જરૂરી સારવાર સુચવવામાં આપવા માં આવી આ કેમ્પમાં નિષ્ણાંત ડૉ.મિલનભાઇ દવે-ભાવનગર ડૉ.પ્રશાંતભાઇ આસ્તિક-સિહોર ડૉ.દીપકભાઇ પાઠક-ભાવનગર ડૉ.નિલેશભાઇ ખારસુરીયા-ભાવનગર ડૉ.પ્રતિક્ષાબેન દવે-ભાવનગર દ્વારા સુંદર સમજ સાથે દર્દી ઓની સેવા સારવાર અને પરેજી થી અવગત કરાયા હતા આ કેમ્પ માં સાત્વિક સર્વોદય અગ્રણી શ્રી પ્રાગજીભાઈ પટેલ કાઠીયાવાડ ખાદી મંડળ-ચલાલા ગીતાબેન જાગાણી (આસોદર, લાઠી) ટ્રસ્ટીશ્રી-વિશ્વ વાત્સભ્ય માનવ ટ્રસ્ટ-બગસરા ના દેવચંદભાઈ સાવલિયા વિનોદરાય ગાંધી દામનગર ખાદી કાર્યાલય દ્વારા દર્દી નારાયણો ને ઉત્તમ આહાર સાદું જીવન સાત્વિકતા જીવન શૈલી અંગે મનનીય માર્ગદર્શન અપાયું હતું આહાર વિહાર અને સાત્વિક જીવનશૈલી તરફ દોરી જતા નૈસર્ગિક સ્વાસ્થ્ય સાહિત્ય સ્ટોલ દ્વારા ઉત્તમ જીવન સર્વ સન્તુ નિરામયા ના સદેશ આપતા પુસ્તકો નું ૫૦% ના વળતર થી વેચાણ કરાયું હતું ખૂબ મોટી સંખ્યા માં દર્દી નારાયણો એ આર્યુવેદીક કેમ્પ નો લાભ મેળવ્યો હતો
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756