ગીર અભ્યારણની સ્વચ્છતા માટે 15000 કાપડની થેલીનું વિતરણ

ગીર અભ્યારણની સ્વચ્છતા માટે 15000 કાપડની થેલીનું વિતરણ
ભાવનગર. ગીર અભ્યારણની સ્વચ્છતા માટે 15000 કાપડની થેલીનું વિતરણ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગિરનારની લીલી પરિક્રમા સમયે શિશુવિહાર થી 15000 કાપડ બેગનું વિતરણ કરવામાં આવ્યુ હતુ..ગીર જંગલમાં વન સંરક્ષણ અને વન્ય પ્રાણીઓના સ્વાસ્થ્ય માટે કાર્યરત wildlife conservation trust ના સહયોગ થી આ વર્ષે ગિરનારની લીલી પરિક્રમામાં શ્રદ્ધાળુઓ યાત્રા દરમિયાનની ભોજન સામગ્રી પ્લાસ્ટિક બેગમાં સાથે ન લઇ જાય તેની કાળજી લેતાં તમામ યાત્રિકોને ભાવનગરથી શ્રમિક બહેનોએ તૈયાર કરેલ 20 ઇંચ × 14 ઇંચની કાપડની થેલીઓ રીપ્લેસ કરી આપવામા આવશે..આ પ્રસંગે તા.30 સપ્ટેમ્બર નાં રોજ સંસ્થા પરિસરમાં શિશુવિહાર સંસ્થાનાં પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ દવે , ફૂલછાબ નાં પ્રતિનિધિ શ્રી બકુલભાઈ ચાતુર્વેદી , સંસ્થાનાં મંત્રી ડૉ નાનકભાઈ ભટ્ટ ની ઉપસ્થિતિ માં રાજકોટ wildlife conservation trust નાં શ્રી શીતલબહેનને વિતરણ કરવામાં આવ્યુ હતું….
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756