બગસરા નાના મુઝિયાસર હનુમાનજી મંદિર પરિસર ખાતે પ્રાકૃતિક કૃષિ સેમિનાર યોજાશે

બગસરા નાના મુઝિયાસર હનુમાનજી મંદિર પરિસર ખાતે પ્રાકૃતિક કૃષિ સેમિનાર યોજાશે
બગસરા ના નાના મુઝીયાસર ૧ ઓક્ટોબર ને શનિવારે પ્રાકૃતિક કૃષિ સેમિનાર યોજાશે બપોરે સાડા ત્રણ વાગ્યે નાના મુઝીયાસર ગામે હનુમાનજી દાદા ના મંદિરે પ્રાકૃતિક કુષિ અભિયાન અંતર્ગત એક ખેડૂત સેમીનાર નું આયોજન કરેલ છે , જેમાં કેશોદ સોદરડા ટીટોડી થી અંબાવીભાઈ ભલાણી અને ભરતભાઈ નસીત અને બીજા મિત્રો ખાસ ઉપસ્થિત રહી ખેડૂતો ને શિયાળું પાક ના વાવેતર અને ખેતી વિષયક જરૂરી માર્ગદર્શન આપશે તો સૌને આ કાર્યક્રમ માં સહભાગી થવા, મનસુખભાઈ કયાડા સરપંચ શ્રી નાના મુઝીયાસર તથા પ્રયોગશીલ ખેડૂત શ્રી પરશોતમભાઈ સતાસીયા નાના મુઝીયાસર નું સૌ ખેડૂત મિત્રો ને ભાવભર્યું આમંત્રણ છે કૃષિકારો દર મહિને અલગ અલગ ગામ માં નિયમિત રીતે મળી રહ્યા છીએ તેવીજ રીતે ગાંઘી જયંતી ની પૂર્વ સંધ્યાએ આયોજિત આ ખેડૂત સંવાદ કાર્યક્રમ માં સૌ ખેડૂત મિત્રો સહભાગી બનશો તેવી આશા સાથે અનુરોધ કરાયો છે વિશેષ માહિતી માટે સંસ્થા ના કાર્યકર શ્રી મહેન્દ્રભાઈ પાથર મોબાઈલ નંબર 7878871432 અને બ્રિજેશભાઈ વઘાસિયા મોબાઈલ નંબર 9328681078 ઉપર સંપર્ક કરવા વિનંતી છે. દેવચંદ સાવલિયા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા પરીવાર. ની યાદી માં જણાવ્યું હતું
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756