ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા યોજાશે કામધેનું દીપાવલી પ્રશિક્ષણ વેબિનાર

ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા યોજાશે કામધેનું દીપાવલી પ્રશિક્ષણ વેબિનાર
Spread the love

ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા યોજાશે કામધેનું દીપાવલી પ્રશિક્ષણ વેબિનાર

ગોબરનાં દીવા, ધૂપબતી, લક્ષ્મી, ગણેશની મૂર્તિ બનાવતા શીખો

કરોડો દેવી–દેવતાઓનો નિવાસ ધરાવતી ગૌમાતાના ગોબરમાંથી બનેલ 101 કરોડ દિવા પ્રગટે તે માટે કામધેનુ દિપાવલી અભિયાનનાં મંગલાચરણ સતત ત્રીજા વર્ષે કરવામાં આવ્યું છે. આ અભિયાન અંગે સૌને માહિતી મળે, સૌના મહત્વપૂર્ણ સૂચનો પ્રાપ્ત થાય તેમજ ગૌ માતાનું રક્ષણ થાય તેવા પવિત્ર સંકલ્પથી ‘કામધેનુ દિપાવલી અભિયાન’ અંતર્ગત વેબીનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રશિક્ષક રાજ સિંહ દ્વારા ગાયોનું આપના જીવનમાં કેટલી ઉપયોગી છે. ગૌ સેવાના માધ્યમથી ગ્રામ વિકાસ, ગૌ પાલકોને સમૃદ્ધ કરવાના, મહિલા–યુવાનોને રોજગાર, આત્મ નિર્ભર ભારત, વોકલ ફોર લોકલ, પર્યાવરણ રક્ષા જેવા કાર્યો સરળતાથી થઇ શકે છે. તેમજ દેશના આર્થિક વિકાસ માટે ગાયો થકી દેશની આર્થિક વૃદ્ધિ થઇ શકે છે. ગાયનાં દૂધ, ગોબર અને ગૌમૂત્ર, માટે વ્યક્તિના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. તે વિષે માર્ગદર્શન આપશે. આ વેબીનારમાં ગોબરનાં દીવા, ધૂપબતી, લક્ષ્મી, ગણેશની મૂર્તિ કેવી રીતે બનાવી શકાય તે અંગે પ્રશિક્ષણ આપવામાં આવશે. ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રી – જી.સી.સી.આઈ દ્વારા યોજાયેલ આ વેબીનારમાં અયોધ્યાનાં રાજ સિંહ પ્રશિક્ષકની ભૂમિકા અને જી.સી.સી.આઈનાં સ્થાપક તેમજ રાષ્ટ્રીય કામધેનું આયોગનાં પૂર્વ અધ્યક્ષ ડૉ. વલ્લભભાઇ કથીરિયા માર્ગદર્શકની ભૂમિકા ભજવશે. આ વેબિનાર 2 ઓક્ટોબર રવિવારનાં રોજ સવારે 12 વાગ્યે ગુગલ મીટ લિંક દ્વારા https://meet.google.com/ohk-ovqh-qtc આયોજિત થશે. સૌને આ વેબિનારમાં જોડાઈને કામધેનું દીપાવલીનું શિક્ષણ મેળવવા અને ઇકો ફ્રેન્ડલી દિવાળી ઉજવવા મિત્તલ ખેતાણી (મો. 98242 21999), પૂરીશ કુમાર (મો. 88535 84715), અમિતાભ ભટ્ટનાગર (મો. 63095 68888) દ્વારા અપીલ કરવામાં આવી છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

WhatsApp-Image-2022-10-01-at-10.28.41-AM.jpeg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!