અમરેલી : વોટ્સએપમાં ન્યુડ વિડીયો કોલ કરી પૈસા પડાવતાં ઈસમને પકડી પાડતી સાયબર ક્રાઇમ

શ્રી અશોકકુમાર યાદવ સાહેબ. પોલીસ મહાનિરિક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ, દ્વારા અમરેલી જીલ્લામાં મિલ્કત સંબંધીત તથા સાયબર ક્રાઇમ સબંધીત ગુન્હાઓના આરોપીઓને પકડી પાડવા જરૂરી સુચનાઓ આપેલ હોય, જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહીત પ્રવૃતિ કરતા ઇસમોને ઝડપી પાડવા શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ, અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ શ્રી સી.એસ.કુગસીયા I/C પોલીસ ઇન્સપેક્ટર સાયબર ક્રાઇમ પો.સ્ટે. અમરેલીની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ.
જે અંતર્ગત સાયબર ક્રાઇમ પો.સ્ટે. અમરેલી પાર્ટ-બી ગુ.ર.નં.-૧૧૧૯૩૦૬૩૨૨૦૦૦૪/૨૦૨૨ આઇ.ટી. એક્ટ ક. ૬(ઇ), ૬૭ મુજબનો ગુન્હો તા.૨૩/૦૯/૨૦રર ના ક.૧૧/૦૦ થી ૧૧/૩૮ વાગ્યે બનવા પામેલ તથા સદરહુ ગુન્હો તા.૨૩/૦૯/૨૦૨૨ ના ક.૧૮/૩૫ વાગ્યે જાહેર થયેલ, સદરહુ ગુન્હાના કામના ફરીયાદી વિશાલભાઇ રસીકભાઇ સરધારા રહે.અમરેલી વાળાએ જાહેર કર્યા મુજબ આ કામે મો.નં. ૮૪૫૩૩૧૮૭૪૧ નાં વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરતા ઇસમે સાંસદ નારણભાઇ કાછડીયાને તેમના મોબાઇલ નંબર ઉપર અશ્લીલ વિડીયો કોલ કરી, તેમાં એડીટીંગ કરી, સાંસદ નારણભાઇ કાછડીયાને આ અશ્લીલ વિડીયો યુ-ટ્યુબ, ફેસબુક અને સોસિયલ મીડીયામાં વાયરલ કરવાની ધમકીઓ આપી ગુન્હો કરેલ. જે ગુન્હાના કામના આરોપીને રાજસ્થાનથી પકડી પાડેલ છે.
પકડાયેલ આરોપી – શાહિદખાન રજાકખાન મેવ ઉ.વ.૩૮ ધંધો- ટ્રક ડ્રાઇવિંગ રહે.ડોંગરી તા.ગોવિંદગઢ જી.અલવર રાજય (રાજસ્થાન)
આમ, પોર્લીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચનાથી, શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ, અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ વોટ્સએપમાં લોકોને ન્યુડ વિડીયો કોલ કરી, તેનુ સ્ક્રીનરેકોડીંગ કરી, લોકોને ફસાવી પૈસા પડાવતી ગેંગના સભ્યને રાજસ્થાનથી પકડી પાડવામાં શ્રી સી.એસ.કુગસીયા I/C પોલીસ ઇન્સપેક્ટર, સાયબર ક્રાઇમ પો.સ્ટે. તથા જે.એમ.કડછા પો.સબ.ઇન્સ. સાયબર ક્રાઇમ પો.સ્ટે, તેમજ 56 અમરેલીની ટીમને સફળતા મળેલ છે.