પંચમહાલના શહેરામા કાનૂની સેવા સલાહ સમિતિ દ્વારા પોસ્કો એક્ટની માહિતી આપવામાં આવી

ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના પેટ્રન ઇન ચીફ અરવિંદકુમાર તથા કાનૂની સેવા સત્તામંડળના કારોબારી અધ્યક્ષ સુશ્રી જસ્ટિસ સોનિયાબહેન ગોકાણીના માર્ગદર્શન હેઠળ તા.૨૬-૯-૨૦૨૨થી તા.૨૦-૧૦-૨૦૨૨ દરમ્યાન યુનિસેફ સંસ્થાના સહયોગથી રાજયભરમાં પોક્સો એકટ(બાળકો સાથે જાતીય સતામણી અધિનિયમ)-૨૦૧૨ની કાનૂજી જોગવાઇ અને તેને લઇ વિશેષ જાગૃતિ ફેલાવવા એક અનોખુ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
શહેરા એસ જે દવે હાઇસ્કુલ ખાતે શહેરા તાલુકા કાનુની સેવા સલાહ સમિતી દ્વારા સામાજીક જાગૃતિ લાવવા માટે પી એલ વી ટીમ દ્વારા વિદ્યાર્થીનીઓ ને પોક્સો એકટ અંગે ની માહિતી આપી હતી આ પ્રસંગે પી એલ વી સ્ટાફ તરીકે મોહસીન શેખ સકીલ શેખ ગાંચી ખુશ્બુ બાનું રવીન્દ્ર પરમાર અને વકીલ તરીકે અલ્હાફિજ શેખ ઉપસ્થિત રહ્યા હતા. બાળ સુરક્ષા યોજના હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ બાળકોને કાળજી અને રક્ષણ મળી રહે તે હેતુસર કાર્યરત છે.
જાતીય ગુના જેવા કે છેડતી કરવી, બાળકો સાથે શારીરિક અડપલાં કરવા, બાળકો પર બળાત્કાર ગુજારવો વગેરે સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ ૨૦૧૨ અને જાતીય ગુના સામે બાળકોને રક્ષણ આપતા નિયમો ૨૦૧૨ બાળકોને જાતીય હુમલા, જાતીય સતામણી જેવા જાતીય ગુનાઓ સામે રક્ષણ આપવા માટે તા.૧૯/૬/૨૦૧૨થી અમલમાં આવ્યો છે. આ અધિનિયમ હેઠળ ૦ થી ૧૮ વર્ષના બાળકો કોઇ પણ પ્રકારના જાતિય ગુનાનો ભોગ બને ત્યારે આ અધિનિયમ હેઠળ આવતી કલમો લગાડવી ફરજિયાત બને છે.
રિપોર્ટ : અલ્હાફિઝ શેખ (શહેરા)