સાવરકુંડલામાં મોચી જ્ઞાતિ ગૌરવ એવોર્ડ અર્પણ કાર્યક્રમ યોજાયો

સાવરકુંડલામાં મોચી જ્ઞાતિ ગૌરવ એવોર્ડ અર્પણ કાર્યક્રમ યોજાયો
Spread the love

સાવરકુંડલા ખાતે મોચી જ્ઞાતિ નવરાત્રી પર્વ ઉત્સવ ના અંતિમ દિવસે મોચી જ્ઞાતિના ગૌરવ વંતા ચાર મહાનુભાવોનું મોચી જ્ઞાતિ ગૌરવ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું. નયનાબેન હસુભાઈ મકવાણા કે જે ભુવા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે તેમને શ્રેષ્ઠ શિક્ષક પ્રતિભાથી શિક્ષણ વિભાગે સન્માનિત કર્યા છે જે મોચી જ્ઞાતિનું ગૌરવ ગણી શકાય ત્યારે નવરાત્રી મહોત્સવ પ્રસંગે નયનાબેન મકવાણાનું મોચી જ્ઞાતિ ગૌરવ એવોર્ડ હર્ષાબેન ચૌહાણ અને કિરણબેન વાળા દ્વારા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

બીજું સન્માન સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લાના અધ્યક્ષ વિપુલ પરમારનું જ્ઞાતિ અગ્રણી હસુભાઈ મકવાણા અને વિપુલ સોન્ડાગર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ત્રીજું સન્માન અમરેલી જિલ્લા હિન્દુ ધર્મ સેનાના મંત્રી કેતન કેસુરનું જ્ઞાતિ અગ્રણી ખીમજીભાઈ સોન્ડાગર અને હર્ષદભાઈ દ્વારા એવોર્ડ આપી થયું હતું તેમજ ચોથું સન્માન બજરંગ દળ માં અમરેલી જિલ્લામાં ત્રિશુલ દીક્ષામાં ખૂબ જ સારી એવી કામગીરી કરી અને થોડા દિવસ પહેલા જન્માષ્ટમી ઉત્સવ દેવાળા ગેટમાં ખૂબ જ સફળતાપૂર્વક પાર પાડ્યો એવા શ્રીકૃષ્ણ જન્મોત્સવ સમિતિના ઉપપ્રમુખ નિકુંજ સોંડાગર નું સન્માન ભીખાભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું આમ આ સન્માન સમારંભમાં મોટી જ્ઞાતિના ભાઈ બહેનોની વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ હતી કાર્યક્રમનું સમગ્ર સંચાલન વાળા સાહેબે કર્યું હતું.

રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા

IMG-20221005-WA0018.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!