લાઠી વીર હમીરજી ટ્રસ્ટ દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો

વિર હમીરસિંહજી સ્મૃતિ ટ્રસ્ટ દવરા કીર્તિ કોટેઝ ખાતે એ.પી.એમ.સી.ના ચેરમેન રાજુભાઈ ભુતૈયા ના અધ્યક્ષ સ્થાને શાસ્ત્રોકત વિધિ થી સસ્ત્ર પૂજન ધર્મ જાગરણ ના વિભાગ અઘ્યક્ષ ભીખુભાઈ અગ્રાવત, રજપુત સમાજ ના જિલ્લા પ્રમુખ પ્રતાપભાઈ ચોહાણ ,લોક સાહિત્ય સેતુ ના પ્રમુખ મહેન્દ્રભાઈ જોશી ,એમ.પી રામાણીની વિશેષ ઉપસ્થિતિ માં યોજાય.
જેમાં બાલ વાર્તાકાર કુ. રિયા મકાતીએ સોમનાથની સખાતે વિર હમીરજી ની જીવન કવન આધારિત લોક વાર્તા રજૂ કરેલ અને નિખિલ રાજ્યગુરૂ અને વિજય મેર તલવારબાજી કરેલ અને શાસ્ત્રી સમીરભાઈ રાજ્યગુરૂ એ પૂજન વિધિ કરાવેલ ટ્રસ્ટ ના પ્રમુખ ઇતેશ મહેતા ઉપપ્રમુખ મનુ બાપુ, ટ્રસ્ટી રાજુભાઈ રીઝિયા, રમેશભાઈ તકદીર, ભરત ભાઈ પાડા,ના હસ્તે . મનીષ ભાઈ જાની,કુ.રિયા મકતીનું સન્માન કરેલ.
આ તકે ટ્રસ્ટના સભ્યો હરેશ સેજુ, જયેશભાઈ ઠાકર, દિનેશ કુદનાની, બાલાભાઈ ભટ્ટ, આશિષ ભાઈ જોષી, હર્ષદ ભાઈ પડ્યા, ધર્મેશ સોનીએ પૂજન કરેલ કાર્યક્રમને સફળ બનાવવા શુભમ જોષી, વિવેક પાડા, હિમાલય ઠાકર, વિજય નાઢા, નીતિન ભેડા, ધીરુ ભાઈ ગાગડિયા વગેરે જહમત ઉઠાવેલ.
રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા