દામનગર સૈકા જુના નિર્દોષ મનોરંજન કરતા પુરબીયા શેરી ગરબી મંડળનો નવરાત્રી મહોત્સવ યજ્ઞ સાથે સંપન્ન

દામનગર પુરબીયા શેરી 125 વર્ષ જુના ગરબી મંડળ દ્વારા એક સદી કરતા વધુ સમય થી નિર્દોષ મનોરંજન કરાય છે પુરબીયા શેરી ગરબી મંડળનું શહેરીજનોમાં ભારે આકર્ષણ રહ્યું છે. ઐતિહાસિક અમર પાત્રોને અભિનય દ્વારા આબેહૂબ ભજવતા ગરબી મંડળના યુવાનો દ્વારા મહાપુરુષોના જીવન કવનને તાદ્રશ્ય કરાવાય રહ્યા છે .
કડેઠઠ જનમેદની સાથે નવરાત્રીનું એક સૈકાથી અનેરું આકર્ષણ પુરબીયા શેરી ગરબી મંડળ જોવા સમી સાંજમાં જ બેસવાની જગ્યા રોકી દેતા બાળકો સંપૂર્ણ નિર્દોષ મનોરંજન મુક અભિનય સાથે જનજાગૃતિ અભિયાનો દ્વારા વિવેક પ્રગવતી પુરબીયા શેરી ગરબી મંડળ દ્વારા નવરાત્રી દરમ્યાન હાસ્ય શોર્ય સાહસ કથા સાથે ફિલ્મી ગીતો ઉપર ડાન્સ શ્રોતા ઓની ફરમાઈશ થી રજૂ કરતા રહે છે આજે પુરબીયા શેરી ખાતે ગરબી મંડળ દ્વારા યજ્ઞ સાથે નવરાત્રી મહોત્સવ સંપન્ન કરાયો હતો.
રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા