દામનગર શહેરના સમગ્ર પોલીસ પરિવાર આયોજિત વિદ્યાર્થી સત્કાર સમારોહ

દામનગર શહેરના સમગ્ર પોલીસ પરિવાર આયોજિત વિદ્યાર્થી સત્કાર સમારોહ યોજાયો ડેપ્યુટી ઓફ પોલીસ ઇન્ચાર્જ ગોહિલ સાહેબની અધ્યક્ષતામાં કે.જી.ના વિદ્યાર્થી લઈ ધોરણ સાતમા અભ્યાસ કરતા સમગ્ર પોલીસ પરિવારના છાત્રોનું ભવ્ય સત્કાર સમારોહ યોજાયો હતો.
વિદ્યાર્થી ઓના સત્કાર સમારોહમાં ડેપ્યુટી ઓફ પોલીસ ઇન્ચાર્જ ગોહિલ સાહેબના મનનીય વક્તવ્ય સાથે તેમના વરદ હસ્તે સમગ્ર પોલીસ પરિવારના બાળકોનું ઉત્સાહ ભેર સત્કાર કરી તેજસ્વી વિદ્યાર્થી ઓને ભેટ સોગાદથી નવાજ્યા હતા. સ્થાનિક અગ્રણીઓ વેપારી સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓની ઉપસ્થિતિ માં પોલીસ લાઈન ખાતે યોજાયેલ વિદ્યાર્થી સત્કાર સમારોહમાં સ્થાનિક પીએસઆઈ ગોહિલ અને પોલીસ સ્ટાફ દ્વારા ભવ્ય વિદ્યાર્થી સત્કાર સમારોહ યોજાયો હતો.
રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા