જમ્મુના DGPની હત્યા, રાજસ્થાનની ઘટનામાં આરોપીઓ વિરુદ્ધ પગલાં લો : મુસ્લિમ રાષ્ટ્રિય મંચ

જમ્મુના DGPની હત્યા, રાજસ્થાનની ઘટનામાં આરોપીઓ વિરુદ્ધ પગલાં લો : મુસ્લિમ રાષ્ટ્રિય મંચ
Spread the love

મુસ્લિમ રાષ્ટ્રિય મંચ જમ્મુ કશ્મીરમાં સિનિયર પોલીસ અધિકારી હેમંત બોરિયાના હત્યારાઓ સામે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ, ગુજરાત પ્રદેશ દ્વારા કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. મુસ્લિમ રાષ્ટ્રીય મંચના બદરૂદીન હાલાણી સલીમખાન પઠાણ અને ઈકબાલ ડેરૈયાએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે, જમ્મુ અને રાજસ્થાનના અલવરમાં બનેલી બે ઘટનાએ કોમી એકતા અને ભાઈચારને ખંડિત કરવાનું કામ કર્યું છે.

બંને કિસ્સામાં જે પણ લોકો સંકળાયેલા હોય તેમને કડકમાં કડક સજા કરવા અમારી માગ છે. આવા કૃત્યો સમાજ હિત માટે યોગ્ય નથી.તેમ જણાવ્યું હતું અને દરેક જિલ્લા અને તાલુકા ઓમાં જિલ્લા કલેકટર અને તાલુકા મામલતદાર ને આવેદન પત્ર પાઠવી આવા કૃત્ય માં સંડોવાયેલ કોઈપણ વ્યક્તિ ઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થવા માંગ કરાય છે.

રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા

IMG_20221006_200003.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!