બી.એસ.એફ જવાનો ની એકતા ના સંદેશા સાથે નીકળેલી બાઇક યાત્રા નું ડભોઈ ખાતે સ્વાગત

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશમાં રાષ્ટ્રીય એકતા અંગે જાગૃતતા વધે એ હેતુસર બી.એસ.એફ ના મહિલા તેમજ પુરુષ જવાનો 2જી ઓક્ટોબરથી પંજાબના અટારી થી મોટર સાઈકલ આજરોજ 2168 કિમીની યાત્રા કરી રાષ્ટ્રીય એકતાના પ્રતીક સમા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે પહોંચશે.કેવડિયા પહોંચતા પહેલા વડોદરા જિલ્લા ના ડભોઇ તાલુકા ના કેલનપુર ખાતે આવેલ દાદા ભગવાન ના મંદિરે આ બી.એસ.એફ જવાનો ની મોટર સાયકલ યાત્રા આવી પહોંચતાં ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા દ્વારા બી.એસ.એફ જવાનોનો નું ગૌરવ ભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રેલીમાં 34 જાંબાઝ જવાનો અને 15 સીમા ભવાની મહિલા બાઇકર્સ ભાગ લઈ રહ્યા છે.જેઓ દાદા ભગવાન મંદિરે થી ટૂંકું રોકાણ કરી કેવડિયા જવા નીકળતા ડભોઇ શિનોર ચોકડી ખાતે ડભોઇ ના પી.આઈ એસ.જે.વાઘેલા,પી.એસ.આઈ અનિરુદ્ધસિંહ કામરીયા,સહિત પોલીસ સ્ટાફ, પત્રકાર મિત્રો ,સામાજિક આગેવાનો દ્વારા બી.એસ.એફ જવાનો નું ફુલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756