થરાદ ભારત વિકાસ પરીષદ દ્વારા દિવ્ય સત્સંગ સમારોહ યોજાયો

સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા ( SMVS) દ્વારા ગયા રવિવાર રોજ સાંજે 5:30 થી 7:30 સુધી ભારત વિકાસ પરિષદ ના ગાર્ડન માં આદ્ય સ્થાપક ગુરુદેવ પ.પૂ.બાપજી અને પ્રેરક ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ના આશીર્વચન થી દિવ્ય સત્સંગ યોજાયો હતો.
આ જીવાત્મા અનેક દુઃખો થી સબળાય છે અને દુઃખમાંથી બહાર નીકળવા સુખ માટેના અનેક ઉપાય કરે છે . પણ તેને સાચા સુખનો અનુંભવ થતો નથી . અનેક ઉપાયો ને પ્રયત્નો પછી પણ સુખદાયી પદાર્થો , સાચા સુખનો અનુભવ કરાવતા નથી . પરિણામે સુખથી જીવ ,પ્રાણી માત્ર વંચિત રહી જાય છે . તો આવા , ભગવાનના અવિચળ સુખનો અનુભવ કરવા પૂ.સંતોની દિવ્યવાણીનો લાભ લેવા ભારત વિકાસ પરિષદ ના મેમ્બરો પરીવાર, મિત્ર – વર્તુળ સહિત સત્સંગ માં આવેલ.ત્યાર બાદ તમામ ભક્તો માટે પ્રસાદની ( જમણવાર ) ની વ્યવસ્થા કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ ના સૌજન્ય દાતા ભરતભાઈ સોની ( સોની ચંદ્રકાંત મંગળદાસ જવેલર્સ) હતા.આ સત્સંગ સમારોહ માં બનાસબેંક ના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ, માર્કેટ યાર્ડ ના ચેરમેન ભેમજીભાઈ પટેલ, જાણીતા સર્જન ડૉ.જે.જે.પટેલ, ડૉ.હીરાભાઈ ચૌહાણ, ડૉ. અભયસિંહ ચૌહાણ તેમજ ભારત વિકાસ પરિષદ ના મંત્રી ડો.હિતેન્દ્ર શ્રીમાળી તેમજ નગર ના પ્રબુદ્ધ નાગરિકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756