નરેન્દ્રભાઇ મોદી સોરઠ આવે તો મારા પગમાં હિંમત આવી જાય છે

નરેન્દ્રભાઇ મોદી સોરઠ આવે તો મારા પગમાં હિંમત આવી જાય છે
બન્ને પગથી ૮૦ ટકા દિવ્યાંગ કિટડીયા અબુલભાઇનો અનેરો ઉત્સાહ
જૂનાગઢ : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે જૂનાગઢ ખાતે જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં રૂ.૪૧૫૫.૧૭ કરોડના વિવિધ પ્રકલ્પોના ખાતમૂહુર્ત તથા વિકાસ કામોની જાહેરાત કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ગુજરાતના પનોતા પૂત્ર અને વડાપ્રભાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને સાંભળવા સૌરાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારોમાંથી લોકો આવ્યા હતા. આ પ્રસંગે કેશોદ તાલુકાના જોનપુર, અગતરાયના ૪૨ વર્ષીય દિવ્યાંગ કીટડીયા અબુલભાઇ નરેન્દ્રભાઇ મોદીને ખાસ સાંભળવા આવ્યા હતા.
આ પ્રસંગે અબુલભાઇએ કહ્યું કે, સોરઠના આંગણે મોદીજી આવે તો મારા પગમાં પણ હિંમત આવી જાય છે. બન્ને પગથી ૮૦ ટકા દિવ્યાંગ એવા અબુલભાઇએ વધુમાં વધે કહ્યુ કે, સમાજ સુરક્ષા વિભાગ ગુજરાત સરકાર દ્વારા આપવામા આવેલા કાર્ડ દ્વારા બસમાં વિનામૂલ્યે મુસાફરી કરવા મળે છે. નરેન્દ્રભાઇ મોદી તથા ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારે દિવ્યાંગોના કલ્યાણ માટે યોજનાઓ અમલી બનાવી છે. આ બદલ હું તેમનો આભાર પણ વ્યક્ત કરુ છું.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756