ડો.કલામ ઇનોવેટીવ સ્કુલના આંગણે ભવ્ય ચેસ ટુર્નામેન્ટ સંપન્ન

ડો.કલામ ઇનોવેટીવ સ્કુલના આંગણે ભવ્ય ચેસ ટુર્નામેન્ટ સંપન્ન
અમરેલીના ઇતિહાસમાં પહેલીવાર સાત વર્ષની વયના સ્પર્ધકથી લઈ 70 વર્ષના સ્પર્ધક એક સાથે રમ્યા.
અમરેલી,૨૨ ઓક્ટોબર : અમરેલીના આંગણે પહેલીવાર ભવ્યાતીભવ્ય ચેસ ટુર્નામેન્ટનું આયોજન ડો.કલામ ઇનોવેટીવ સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક ચેસ ટુર્નામેન્ટમાં એક સાથે 40 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. અમરેલીમાં જ્ઞાનવર્ધક ચેસ જેવી રમત, લોકો રમે તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ સ્પર્ધામાં,સૌથી નાની વયના સ્પર્ધકની ઉંમર સાત વર્ષ હતી, જ્યારે સૌથી મોટી વયના સ્પર્ધકની ઉંમર 70 વર્ષ હતી. આમ આ સ્પર્ધામાં, સાતથી લઇ અને 70 વર્ષની ઉંમરના સ્પર્ધકો વચ્ચે જંગ જામ્યો હતો.
કંઈક અનોખું કરવાના શાળાના મૂળભૂત સિદ્ધાંતોના પથ કદમ પર ચાલતા શાળાના સંચાલકશ્રીઓ દ્વારા આ ચેસ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાંં આવ્યું હતું. આ ચેસની સ્પર્ધા અમરેલીમાં સૌપ્રથમ વખત એફ.આઈ.ડી.ઈ.(FIDE) માન્ય ‘સ્વીસ પદ્ધતિ’થી આંતરરાષ્ટ્રીય નીતિનિયમ મુજબ યોજાઇ હતી. જેમાં પ્રત્યેક સ્પર્ધકને, ટુર્નામેન્ટમાં રમાડવામાં આવેલા તમામ પાંચ રાઉન્ડમાં બુધ્ધી કૌશલ્ય દર્શાવવાનો અવસર મળ્યો હતો. જે સંપૂર્ણપણે સોફ્ટવેર આધારિત હતું. આ ટુર્નામેન્ટમાં માત્ર અમરેલી જ નહિ પરંતુ અન્ય શહેરો સુરેન્દ્રનગર, જુનાગઢ, બોટાદ, સાવરકુંડલાના ચેસચાહકોએ પણ ભાગ લીધો હતો.
ટુર્નામેન્ટ અંતમાં વિજેતાઓને મોમેન્ટો તથા પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા. રાહીલભાઈ મેમન પ્રથમ, અમરભાઈ ગોહિલ દ્વિતીય અને કીરણભાઈ ઠાકર તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ટુર્નામેન્ટમાં આદર્ણીય વાઢેર સાહેબ, એફ.આઇ.ડી.ઇ.(FIDE) ઇન્ટરનેશનલ રેટેડ પ્લેયર કૃતાર્થભાઈ ભાવસાર, અમરભાઈ ગોહિલ(બોટાદ) તેમજ 55 વર્ષના ખેલાડી કિરણભાઈ ઠાકર, 70 વર્ષના સાવરકુંડલાના ખેલાડી શરદભાઈ શુક્લા, સાવરકુંડલાના ખેલાડી મલયભાઈ, પોલીસ કર્મી મયુરભાઈ ત્રિવેદીએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટના આયોજનમાં ધવલભાઈ ભીમજીયાણી તથા ભગીરથસિંહ જાડેજાએ ઓફીશીયલ તરીકે ફરજ બજાવી હતી.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756