ડહેલી નજીક કીમ નદી પર રૂા 1.14 કરોડના ખર્ચે નવું ડાઇવર્ઝન બનશે

વાલિયાના ડહેલી ગામ પાસે કીમ નદી પરના જર્જરીત બ્રિજની બાજુમાં 1.14 કરોડ રૂપિયાના ખર્ચે ડાઇવર્ઝન બનાવવામાં આવશે. બ્રિજ જોખમી હોવાથી તેને ભારદારી વાહનો માટે બંધ કરાયાં બાદ વાહનચાલકોને 25 કીમીનો ફેરાવો થતો હતો. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડહેલી ગામે કિમ નદીનો પુલ ભારી વાહનો માટે બંધ કરાતા નેત્રંગ થઈ ફરીને વાડી જવા માટે રસ્તો ત્રાસદાયક બની ગયો હતો.માર્ગ અને મકાન વિભાગે પુલની બાજુમાં વૈકલ્પિક વ્યવસ્થા માટે ડાઇવર્ઝન બનાવવુ અતિ આવશ્યક જરૂરીયાત ઉભી થઈ હતી.
હાલ ભારી વાહનચાલકોએ 24 કિલોમીટરનો ફેરાવો તો ખરોજ પરંતુ 24 કિલોમીટરનો રસ્તો પણ ખૂબ ખરાબ હોવાથી વાહનચાલકો હાલાકી ભોગવી રહયાં છે. વાડી રોડ ઉપર કદવાલી ખાડીનો પુલ વર્ષોથી જર્જરીત થઈ ગયો છે ે. વાહનચાલકોની સલામતી અને સુવિધા માટે રાજયનામાર્ગ અને મકાન મંત્રી જગદીશ પંચાલે તાત્કાલીક ડાયવર્ઝન 1.14 કરોડના ખર્ચે મંજુર કર્યું હતું. ડાયવર્ઝન બનવાના કારણે વાહન ચાલકોનો 25 કીમીથી વધારેનો ફેરાવો બચી જશે અને ઇંઘણની પણ બચત થશે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાએ આ બાબતે સરકારમાં રજુઆત કરી હતી જેનું પરિણામ લોકોને મળ્યું છે.
ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.