થરાદ: કોંગ્રેસ દ્વારા મોરબી માં મૃત્યુ પામનાર ને શ્રધ્ધાંજલી

ગુજરાત રાજ્ય માં ગઈકાલે સર્જાયેલી દુર્ધટનાથી સમગ્ર દેશમાં શોક નો માહોલ વ્યાપી ગયો છે જ્યારે મોરબી માં ઝુલતો પુલ તુટી જવાથી કેટલાય લોકો મોતને ભેટયા છે કેટલાય પરિવારો એ પોતાના સ્વજનો અને કુટુંબીજનો ગુમાવ્યા છે ત્યારે જે કાલે તંત્રની કે કંપની ની ઘોર બેદરકારીના કારણે મોરબીની મચ્છુ નદીમાં ઝુલતો પુલ તુટવાથી 200 થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે જેમને શ્રધ્ધાંજલિ અર્થે થરાદ બળીયા હનુમાન ચોકથી બાબાસાહેબ આંબેડકર પ્રતિમા સુધી મૌન કેંડલ માર્ચ રેલી યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ બળિયા હનુમાન ચોક ખાતે રાખવામાં આવ્યો હતો જે પ્રસંગે થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, કોંગ્રેસ પ્રમુખ આબાભાઈ સોલંકી,યુથ કોંગ્રેસ અગ્રણીઓ તેમજ કોંગ્રેસ નાં કાયૅકરો સહિત લોકો મોટી સંખ્યામાં જોડાઈ મોરબી નાં પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો ને શ્રધ્ધાંજલી આપી હતી.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756