થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપી લેતી એલસીબી બનાસકાંઠા

થરાદ પોલીસ વિસ્તારમાં એલસીબી પોલીસ ને દારુ મળી આવે છે તો સ્થાનિક પોલીસ ઉંઘતી હોય એવું ચર્ચાઈ રહ્યું છે
બનાસકાંઠા એલ.સી.બી પોલીસ સ્ટાફના નકુલસિહ, દિલિપસિંહ,દલપતસિહ, ઈશ્વરભાઈ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, એક મહિંદ્રા પિક અપ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આવે છે. રાજસ્થાન થી જેતડા તરફ આવવાની હોઇ “જે હકીકત આધારે ગાડીનો પીછો કરી કળસ લવાણા નજીક ગાડી પકડી સદરે ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો/બીયર ટીન કુલ નંગ- ૩૧૮૦ કિ.રૂા.૩,૧૫,૧૮૦/-નો તથા ગાડીની કિ.રૂા.૫,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧ કિ.રુ.૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૮૨૦,૧૮૦/- નો મુદ્દામાલ પકડી સાથે ગાડી ચાલક (૧) ચાલક ઉત્તમકુમાર પહાડજી પુરોહીત રહે.સાંચોર અમર જયોતિનગર તા.સાંચોર જી જાલોર (રાજ) તથા (૨) રમેશભાઇ વેરશીભાઇ રબારી રહે. ઝાજુસન તા.સાંચોર જી જાલોર (રાજ) વાળાઓ પકડાઇ જઇ તથા દારુ ભરાવનાર (૩) ભરતભાઇ કરશનભાઇ રાજપુત રહે.જેતડા તા.થરાદ વાળો હાજર ના મળી આવી ગુનો કરેલ હોઇ જે તમામ વિરૂધ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756