ડભોઇ આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભા ચૂંટણી કાર્યાલય નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

આજરોજ ડભોઇ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભા ચૂંટણી ને અનુલક્ષી કાર્યાલય ડભોઇ વેગા ખાતે આવેલ શાલીમાર કોમ્પ્લેક્ષ ઉદ્ઘાટન કરવામાં આવ્યું.ડભોઇ વિધાન સભા આમ આદમી પાર્ટી ના ઉમેદવાર અજીતભાઈ ઠાકોર દ્વારા કાર્યકરો ની હાજરી માં કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું.આ પ્રસંગે દક્ષાબેન ત્રિવેદી,ભરતભાઈ ઠાકોર ભારતીય પિછડા રાષ્ટ્રીય સચિવ દિલ્હી,છાયાબેન પાઠક,નિલેશભાઈ જોષી, સતિષભાઈ ઠાકોર,રાજુભાઇ ઠાકોર,બાલુભાઈ સહિત ડભોઇ તાલુકા માંથી મોટી સંખ્યા માં કાર્યકરો ઉપસ્થિત રહી ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે કાર્યાલય ખાતે હાજર રહી રેલી સ્વરૂપે ડભોઇ નગર માં ફર્યા હતા.આ દરમિયાન અજીતભાઈ ઠાકોર એ ડભોઇ થી ચૂંટણી પ્રચાર ના શ્રી ગણેશ કરી વિધાનસભા ની તૈયારી શરૂ કરવામાં આવી હતી.અજીતભાઈ ઠાકોર પ્રચાર અર્થે ડભોઇ ના રાજમાર્ગો પર નીકળતા ઠેર ઠેર તેઓનું ફુલહાર થી સ્વાગત કરવા માં આવ્યું હતું.અત્યાર સુધી ડભોઇ વિધાનસભા માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ટક્કર થતી હતી પરંતુ હાલ અજીતભાઈ ઠાકોર આમ આદમી પાર્ટી માં થી ઉમેદવારી નોંધવતા ડભોઇ ના રાજકારણ માં ગરમાવો આવ્યો છે.તેમજ ડભોઈ માં આ ચૂંટણી માં ડભોઇ વિધાનસભા માં ત્રિપાખીયો જંગ યોજાશે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756