ડભોઇ ખાતે કોંગ્રેસ ની પરિવર્તન સંકલ્પ યાત્રા સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

આજરોજ કોંગ્રેસ ની પરિવર્તન સંકલ્પ યાત્રા ડભોઇ ખાતે આવી પહોંચી હતી.મોંઘવારી, બેરોજગારી,શિક્ષણ,આરોગ્ય,તેમજ રોજગાર અને મહિલા સુરક્ષા જેવા મુદ્દા સાથે નીકળેલ કોંગ્રેસ ની પરિવર્તન સંકલ્પ યાત્રા રાજ્ય માં સત્તા પરિવર્તન ના નિશ્ચય સાથે ડભોઈ પટેલ વાડી ખાતે આવી પહોંચી હતી. જ્યાં કોંગ્રેસ ના પ્રદેશ નેતા સિધ્ધાર્થ ભાઈ પટેલ ની ઉપસ્થિતિ માં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો.આવનાર દિવસો માં વિધાનસભા ની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે છેલ્લા 27 વર્ષ થી ગુજરાત માં ભારતીય જનતા પાર્ટી એક હથ્થુ શાસન ચલાવી રહી છે તેમાં પરિવર્તન લાવવા કાર્યકરો ને આહવાન કરવામાં આવ્યું હતું.સાથે સાથે કોંગ્રેસ ના રાજ્યસભા ના નેતા નારણભાઈ રાઠવા એ ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા જણાવ્યું કે ડબલ એન્જીન ની સરકાર ના એન્જીન ખોરવાયી ગયા છે તેમને સર્વિસ ની જરૂર છે.ઉપરાંત ભારતીય જનતા પાર્ટી ના શાસન માં ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે.પાક ના પુરેપુરા ભાવ મળતા નથી.મોંઘવારી એ માઝા મૂકી છે,રાંધણ ગેસ,શાકભાજી,પેટ્રોલ, તેલ જેવી રોજિંદી વપરાશ ની ચીજ વસ્તુ માં તોતિંગ ભાવ વધારા ને કારણે લોકો ને ઘર ચલાવવા મુશ્કેલી પડી રહી છે.આવા તમામ મુદ્દાઓ ને લઈ કોંગ્રેસ ની પરિવર્તન યાત્રા ડભોઇ ખાતે પહોંચી હતી.જ્યાં આગામી દિવસો માં રાજ્ય માં પરિવર્તન લાવવા કાર્યકરો ને કોંગ્રેસ ને મજબૂત બનવવા તેમજ રાજ્ય માં પરિવર્તન લાવવા હાકલ કરી હતી.આ પ્રસંગે કોંગ્રેસ ના બાલકૃષ્ણભાઈ પટેલ (ઢોલાર) ડભોઇ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ ડભોઇ શહેર કોંગ્રેસ પ્રમુખ સતીષભાઈ રાવલ,સુધીરભાઈ બારોટ,પ્રહલાદભાઈ પટેલ સહિત મોટી સંખ્યા માં હોદેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756