માળિયાના જુમાવાડી વિસ્તારમાં ફાયરિંગ ? પોલીસ તપાસ તેજ

માળીયા તાલુકાના જુમાવાડી વિસ્તારમાં રાત્રીના સમયે ખુલ્લી કારમાં સરાજાહેર ફાયરિંગ કરાયાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે.
એક વિડીયો સોસીયલ મીડિયામાં વાઈરલ થયો છે જેમાં માળીયા તાલુકાના જુમાવાડી વિસ્તારના સ્થાનિકોના જણાવ્યા અનુસાર સાંજના સાત વાગ્યાની આસપાસ લાલ રંગની કારમાં આવેલા આવારા તત્ત્વોએ સરાજાહેર ત્રણ ફાયરિંગ કર્યા હતા અને ‘અમે ગુંડા છીએ’ એવા શબ્દોનું પણ ઉચ્ચારણ કર્યું હતું. જ્યાં પ્રથમ તેમણે દુકાન તરફ ફાયરિંગ કર્યું હતું. વધુ એક ગોળીબાર હવામાં થયો હતો અને અન્ય ગોળીબાર ફાટક તરફ થયો હતો. ખુલ્લેઆમ પિસ્તોલ વડે ફાયરિંગ કર્યા બાદ આ શખ્સો નાસી ગયા હતા. સ્થાનિકોનો એવો આક્ષેપ છે કે તેમણે સમગ્ર મામલે માળિયા પોલીસને જણાવ્યું હતું અને પોલીસ કર્મીઓ માત્ર ૧૦ મીનીટ જ આવ્યા હતા અને તેમણે કહેવા ખાતર જ તપાસ કરી હતી આ ઉપરાંત સ્થાનિકોએ જણાવ્યું છે કે અંધારાના કારણે તેઓ જાણી શક્યા નથી કે કુલ કેટલા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે અને તેનો ચહેરો પણ સ્થાનિકો ઓળખવામાં અસમર્થ છે. જો કે સમગ્ર મામલે માળીયા પોલીસનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે, આ અંગે હજુ કોઈ ફરિયાદ આવી નથી પરંતુ પોલીસ એ સમય ઘટના સ્થળે પણ પહોંચી હતી તેમણે ખાનગી રહે તપાસ ચાલુ કરી છે
રીપોર્ટ : જનક રાજા,મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756