મોરબી નજીકના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો

મોરબી નજીકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને તેનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને ભોગ બને સગીરાની માતાએ હાલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે થઈને કવાયત શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મોરબીના સામાકાંઠે વિસ્તારના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવની દીકરીને લલચાવી ફોસલાવીને તેનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને ભોગ બનેલ સગીરાની માતા દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે આઈપીસી કલમ ૩૬૩, ૩૬૬ અને પોકસોની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપી તુલસી ઉર્ફે કામો રમેશભાઈ ઉર્ફે ઘોઘાભાઈ કોળી રહે. મફતિયાપરા સર્કિટ હાઉસ સામે મોરબી-૨ વાળાને પકડવા માટે તેમજ સગીરાને શોધવા માટે કવાયત શરૂ કરેલ તો
રીપોર્ટ : જનક રાજા,મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756