જૂનાગઢમાં તા.૨૦મી ડિસેમ્બરે ભરતી મેળો યોજાશે

જૂનાગઢમાં તા.૨૦મી ડિસેમ્બરે ભરતી મેળો યોજાશે
Spread the love

જૂનાગઢમાં તા.૨૦મી ડિસેમ્બરે ભરતી મેળો યોજાશે

 

રોજગાર વાંચ્છુઓએ ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે

 

જૂનાગઢ : જુનાગઢ જિલ્લાનાં ઉત્સાહી અને ઉર્જાવાન રોજગાર ઇચ્છુકોને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર જિલ્લાનાં ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમો ડી.બી.કોર્પ લિમીટેડ તથા ફુલર્ટન ઈન્ડિયા ક્રેડીટ કંપની  લિમીટેડ  અને વેલ્સ્પુન ઇન્ડિયા લિમીટેડ ખાતે ખાલી પડેલ વિવિધ જગ્યાઓ માટે ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાને અનુરૂપ ધો-૦૮ થી એચ.એસ.સીની શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગાર ઇચ્છુકો માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતીમેળાનું આયોજન શ્રી બહાઉદ્દીન વિનયન કોલેજ, જૂનાગઢ ખાતે તા.૨૦/૧૨/૨૦૨૨ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે કરવામાં આવેલ છે. પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે. અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુંબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup  પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જુનાગઢના કોલ સેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરવા જણાવવામાં આવે છે. જિલ્લા રોજગાર અધિકારીશ્રી,  જુનાગઢની યાદીમાં જણાવાયું છે

 

રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
માંગરોળ (જૂનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!