નારાયણ વિદ્યાવિહાર ના બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયાર કરવાનો એક પ્રયાસ

નારાયણ વિદ્યાવિહાર ના બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયાર કરવાનો એક પ્રયાસ
Spread the love

નારાયણ વિદ્યાવિહાર ના બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયાર કરવાનો એક પ્રયાસ

વર્તમાન સમયમાં શિક્ષણમાં સ્પર્ધાત્મક પરીક્ષાનું મહત્વ વધતું જાય છે. આજે દરેક ક્ષેત્રનાં વિકાસ માટે જ્ઞાનની ક્ષિતિજેથી વિદ્યાર્થીને વર્તમાન બાહ્ય સ્પર્ધાત્મક ક્સોટીઓ માટે પણ તૈયર કરવા એ ખૂબ જરૂરી છે. જેથી તેને સ્પર્ધાત્મક પરીક્ષાનું મહત્વ સમજાય, તે માટે તૈયાર થાય અને ભવિષ્યમાં કારકિર્દી અંગે સજાગ બની શકે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા બાળકો પાઠયપુસ્તક સિવાયનું વધારાનું જ્ઞાન મેળવે છે. સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર વિદ્યાર્થી તાર્કિક પ્રશ્નો ઉકેલવામાં સક્ષમ બને છે. આ પરીક્ષા સરકારશ્રી દ્વારા યોજાનાર પરીક્ષાને અનુરૂપ તમામ પધ્ધતિ પ્રમાણે જ થતી હોય છે.
આ જ હેતુસર શાળા વર્ષ ૨૦૧૬ થી NV Knowledge Champion ની પરીક્ષા યોજે છે જે સંપૂર્ણપણે સ્પર્ધાત્મક પરીક્ષાની પધ્ધતિથી યોજાય છે. આ પરીક્ષામાં પ્રતિવર્ષ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાય છે. વાલીશ્રી તરફ્થી પણ અમારા આ પ્રયાસને સુંદર પ્રતિસાદ સાપડયો છે.
NV Knowledge Champion પરીક્ષા વિભાગ A (પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે) અને વિભાગ B (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે) એમ બે વિભાગમાં અને ગુજરાતી માધ્યમ તથા અંગ્રેજી માધ્યમ માટે યોજાય છે જેમાં સોથી વધુ ગુણ મેળવનાર ત્રણ વિદ્યાર્થીઓને શાળાના વાર્ષિકોત્સવમાં પુરસ્કૃત કરવામાં આવે છે. તેઓને ચેમ્પિયન ટ્રોફીની સાથે રોક્ડ પુરસ્કાર પણ આપવામાં આવે છે. પ્રથમ વિજેતા થનાર વિદ્યાર્થીને રોક્ડ રૂ. ૨૧૦૧/-, દ્વિતીય વિજેતા થનાર વિદ્યાર્થીને રોક્ડ રૂ. ૧૫૦૧/- તથા તૃતીય વિજેતા થનાર વિદ્યાર્થીને રોક્ડ રૂ.૧૦૦૧/- આપવામાં આવશે.
ચાલુ વર્ષે આ પરીક્ષામાં શાળાના 600 જેટલા વિદ્યાર્થીઑ એ ભાગ લીધેલ છે. રજિસ્ટ્રેશન થી લઈને હૉલ ટિકિટ મેળવવાની તમામ પ્રક્રિયા સ્પર્ધાત્મક પરિક્ષાની જેમ ઓનલાઇન કરવામાં આવી છે. તારીખ 18/12/2022 ને રવિવારના રોજ સવારે 10:00 કલાકે શાળામાં ઓફલાઇન રીતે આ પરીક્ષા યોજાશે. પેપર ચકાસણી પણ સ્પર્ધાત્મક પરિક્ષાના નિયમોને આધીન કરવામાં આવશે. જેમાં સાચા પ્રશ્ન માટે 1 ગુણ અને ખોટા પ્રશ્ન માટે 0.25 માર્ક કાપવામાં આવશે.

સ્થળ : નારાયાણ વિદ્યાવિહાર, ભરુચ.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!