દામનગર : ગાયત્રી મંદિર ખાતે ૪૪ મો નેત્રયજ્ઞ ઇસ્માઇલી ખોજા સદરૂદિન મગનભાઈ ની પુણ્ય સ્મૃતિ માં યોજાયો

દામનગર સિનિયર સીટીઝન ટ્રસ્ટ આયોજિત ગાયત્રી મંદિર ખાતે ૪૪ મો નેત્રયજ્ઞ ઇસ્માઇલી ખોજા સદરૂદિન મગનભાઈ ની પુણ્ય સ્મૃતિ માં યોજાયો
સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટ ની તબીબી સેવા એ ૪૪ માં નેત્રયજ્ઞ માં સદગત સદરૂદીન મગનલાલા ડોઢિયા પરિવાર ના વરદહસ્તે દીપપ્રાગટય કરી સેવાયજ્ઞ નો પ્રારંભ કરાવ્યો હતો ૧૫૧ દર્દી નારાયણો ની તપાસ સાથે ૪૭ મોતિયા ના દર્દી નારાયણો ને રાજકોટ ખાતે વિના મૂલ્યે નેત્રમણી આરોપણ અલ્પહાર રહેવા જમવા દવા ટીપાં કાળા ચશ્માં ધાબળો લાવવા લઈ જવા ની તમામ સુવિધા આપનાર છે અતિ અદ્યતન ટેક્નોસેવી પદ્ધતિ થી વિના મૂલ્યે નેત્રમણી આરોપણ કરી આપતા આ નેત્રયજ્ઞ માં દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારો માંથી જરૂરિયાત મંદ દર્દી નારાયણો એ લાભ મેળવ્યો હતો સ્વર્ગીય સ્વ સદરૂદીન મગનલાલ ખોજા ના સવાબ અર્થે તેમના પરિવાર ના આર્થિક સહયોગ થી તમામ દર્દી નારાયણો ને અલ્પહાર કરાવ્યો હતો ખૂબ મોટી સંખ્યા માં દર્દી નારાયણો ની સેવા માં સ્થાનિક સ્વંયમ સેવકો એ નેત્રયજ્ઞ માં સેવા આપી હતી
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756