વડિયા ગ્રામપંચાયત માં વીસીઈ ના અભાવે લોકોને હાલાકી
વડિયા ગ્રામપંચાયત માં વીસીઈ ના અભાવે લોકોને હાલાકી,તાલુકા મથક માં આવી સ્થિતિ હોય તો નાના ગામડામાં શું હશે ??
ગ્રામપંચાયત ના તલાટી ના ગોળ ગોળ જવાબ એક તલાટી કહે વીસીઈનુ રાજીનામુ મંજુર નથી કર્યું, બીજા કહે છે નવા શોધીએ છે
અનેક કામગીરી ટલ્લે ચડતા લોકોને રોજના ધરમના ધક્કા ખાવાનો વારો આવે છે.
વડિયા
અમરેલી જિલ્લા ના છેવાડા ના તાલુકા મથક એવા વડિયા ગ્રામપંચાયત માં છેલ્લા ઘણા સમય થી વીસીઈ બાબતે રોજ માથાકૂટ જોવા મળે છે.ગ્રામપંચાયત માં મોટાભાગ ની દાખલા અને અન્ય કામગીરી વીસીઈ દ્વારા કરવામાં આવતી હોય છે. વીસીઈ ના હોવાથી જન્મ મરણ, આવક, માં અમૃતમ કાર્ડ, આયુષ્યમાન ભારત કાર્ડ અને અન્ય કામગીરી માં લોકોને ધરમના ધક્કા થતા જોવા મળી રહ્યા છે. આ જાણવા મળતી વિગતો મુજબ છેલ્લા એક મહિના થી વધુ સમયથી વીસીઈ ની જગ્યા વિવાદ માં છે. આ બાબતે વડિયા ગ્રામપંચાયત ના તલાટી મહેશ રામાણી નો સંપર્ક કરતા તેમને જુના વીસીઈ એ રાજીનામુ આપ્યું છે પરંતુ મંજુર કરાયું નથી તેથી હવે પ્રકિયા કરીશું તો બીજા તલાટી જયેશ કટેસીયા ના જણાવ્યા મુજબ ટૂંકા ગાળામાં નવા વીસીઈમળતા ની સાથે જ નિમણૂક કરીશું તેવો ગોળ ગોળ જગ્યા આપ્યો હતો પરંતુ હાલ સમગ્ર વડિયા ના લોકો વીસીઈ ના અભાવે અનેક પ્રકાર ની કામગીરી ટલ્લે ચડતા હાલાકી ભોગવી રહ્યા છે. જો તાલુકા મથક ના મુખ્ય ગામની આવી સ્થિતિ હોય તો નાના ગામડાની સ્થિતિ કેવી હશે. વડિયા ના સ્થાનિક રાજકીય જુથબંધી અને પક્ષપાત ભર્યા વલણ ને કારણે મોટા ભાગના વિકાસના કામો અને અન્ય બાબતો ટલ્લે ચડતા લોકોને ભોગવવા નો વારો આવી રહ્યો છે. ત્યારે આવી કામગીરી નવ નિયુક્ત ધારાસભ્ય અને વિધાનસભા ના નાયબ મુખ્ય દંડક પોતાના વડિયા પ્રવાસમાં ચર્ચા કરી પાટે ચડાવે તેવી લોકમાંગણી જોવા મળી રહી છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300