જામનગર : દરેડ વિસ્તારમાં મા-બાપથી ભૂલી પડી ગયેલી ચાર વર્ષની બાળકીનું પરિવાર સાથે મિલન કરાવતી પોલીસ

જામનગર નજીક દરેડ વિસ્તારમાં ચાર વર્ષની એક બાળકી તેના માતા પિતા થી વિખુટી પડી ગઈ હતી. પંચકોષી બી. ડિવિઝન પોલીસે બે કલાકની રઝળપાટ પછી તેના માતા પિતાને શોધી કાઢ્યા હતા, અને બાળકીનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક દરેડ વિસ્તારમાં એક ચાર વર્ષની બાળકી એકલી અટલું ફરી રહી હતી, અને તેના પરિવાર થી વિખૂટી પડી ગઈ હતી.
જે અંગે સ્થાનિક નાગરિકોને ધ્યાનમાં આવતાં તુરત જ ચાર વર્ષની બાળકીનો કબજો પાંચકોષી બી. ડિવિઝન પોલીસને સોંપી દીધો હતો. પોલીસ દ્વારા સૌપ્રથમ બાળકીને રમકડા તથા ખાવાની ચીજ વસ્તુઓ આપીને સાંત્વના આપી હતી, અને તેને રડતી બંધ કરી હતી. તેણી પરપ્રાંતિય ભાષા સમજતી હોવાથી પરિવાર વિશે કોઈ જાણકારી આપી શકી ન હતી.
જેથી પંચકોશી બી. ડિવિઝનની પોલીસ ટીમ દ્વારા બાળકીના મોબાઇલમાં ફોટા પાડીને મોબાઈલ સાથે દરેડના અલગ અલગ વિસ્તારોમાં તેના વાલીને શોધવાનું શરૂ કર્યું હતું. અને અનેક પરિવારોનો સંપર્ક સાધ્યો હતો.
દરમિયાન દરેડના ૯૦ ખોલી વિસ્તારમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ અહીં મજૂરી કામ કરતા હરીશંકર બાબુરામ રાજપૂત અને તેના પત્ની ગાયત્રી દેવીને શોધી કાઢ્યા હતા. અને તેઓને બાળકીનો ફોટો બતાવતાં તેમણે પોતાની બાળકી રમતા રમતા ગુમ થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. અને તુંરત જ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકે આવી પહોંચ્યા હતા, અને પોતાની પુત્રી સાથે મિલન થઇ જતાં ખુશી વ્યક્ત કરી હતી, અને પંચકોષી બી. ડિવિઝનના સમગ્ર પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો ચાર વર્ષની બાળકી દીયાંસી પણ ખુશખુશાલ બની હતી, અને પોતાના પરિવાર સાથે હેમ ખેમ ઘેર પહોંચી હતી.
રિપોર્ટ : જૈનુલ સૈયદ, જામનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300