બોરવેલ બનાવ્યા બાદ કોઈ જાનહાનિ ન થાય તે અંગે જિલ્લા મેજીસ્ટેટશ્રી દ્વારા જાહેરનામું

રાજયમાં વિવિધ સ્થળોએ છેલ્લા ઘણા સમયથી ખુલ્લા બોરવેલમાં બાળકો પડી જવાની ઘટના સ૨કા૨શ્રીના ધ્યાને આવેલ છે. જે બાબતે પણ ગંભીર હોઈ આવી દુર્ઘટનાઓ નિવારવા માટે યોગ્ય તકેદારીનાં પગલાં લેવાની જરૂરિયાત હોવાથી અને તેમ કરવું જાહેર હિતાર્થે ખુબ જ આવશ્યક હોઈ શ્રી આનંદ પટેલ (આઈ.એ.એસ.) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા પાલનપુરે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂએ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં બોરવેલ બનાવવા અંગે નીચે જણાવેલ મુદ્દાઓ પરત્વે તકેદારીનાં પગલાં લેવા માટે નીચેના નિયમો પાળવા હુકમ કર્યો છે.
- જિલ્લામાં જે તે વિસ્તારમાં બોરવેલ બનાવતાં પહેલાં સંબંધિત વિભાગની મંજુરી મેળવી જમીન માલિક/ બોરના માલિક તથા બોર બનાવનાર એજન્સીએ સંબંધિત પોલીસ સ્ટેશન અધિકારીને જાણ કરવાની રહેશે.
- બોરવેલ બનાવ્યા બાદ કોઈ જાનહાનિ થાય નહી અથવા બોરવેલમાં કોઇ બાળક, અન્ય વ્યકિત કે જાનવર પડી ન થાય તેમજ અકસ્માત ન સર્જાય તે અંગે તકેદારીના તમામ પગલાં જેવા કે, બોરને ફરતી મજબુત ફેન્સીંગ વાડ, મજબુત ફરતી દિવાલ કરાવવાની રહેશે અને તે અંગેની ખાતરી સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીને કરાવવાની રહેશે.
- આમ છતાં અનઅધિકૃત રીતે કે ચોક્કસ સુચનાઓનું પાલન કરવામાં ન આવે તો બોરવેલ બનાવનાર/જમીન માલિક સામે સુરક્ષા વ્યવસ્થાનું પાલન ન કરવા સંબંધે બેદરકારી દાખવવા બાબતે સંબંધિત પોલીસ સ્ટેશન અધિકારીએ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની સંબંધિત જોગવાઇઓ દાખલ કરી કાયદેસરના તુરત જ પગલાં લેવાના રહેશે.
- જુના તથા બંધ પડેલ અથવા અવાવરૂ પરિસ્થિતિ હોય તેવા બોરવેલના જમીન માલિકોને પણ ઉપરોકત કાળજી રાખવાની રહેશે.
આ હુકમ તા.૧૦/૦૧/૨૦૨૩ થી તા.૦૯/૦૨/૨૦૨૩ સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે. આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં બરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજ્જાથી પોલીસ સબ ઈન્સપેકટર સુધીનો હોદો ધરવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી. ક. ૧૮૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.