મોટી કુકાવાવ ખાતે મકરસંક્રાતિ નિમિતે પાઘડાળ પરિવાર તરફથી બ્રહ્મભોજન

મોટી કુકાવાવના હાલના અમેરિકા નિવાસી કુકાવાવ પોતાના વતન આવેલા વીરજીભાઈ પાઘડા તરફથી વિધિ વત રીતે બ્રાહ્મણોને માન સન્માન સાથે વતન પ્રેમી અને ખુબ જ સેવાભાવી તરીકે જેમનું નામ ખુબ જ દુરદુર સુધી લેવામાં આવતું હોય છે એવા વીરજીભાઈ પાઘડા પરિવાર દ્વારા સમગ્ર બ્રાહ્મણોનેબ્રહ્મ ભોજન કરાવવામાં આવ્યું. કહેવાય છે કે દાનથી લક્ષ્મી પરિશુદ્ધ થાય છે અને દાનથી જ લક્ષ્મી સદ લક્ષ્મી બને છે અને દાનમાં પણ સૌથી ઉત્તમ દિવસ એટલે વર્ષમાં સરવોતમ મકરસંક્રાતિ સૂર્ય આજે ઉત્તર ગામી બને છે.
આજે કરેલું દાન અનેક ગણું ફળ આપે છે અનેકવિધની અંદર ગૌ-દાન એ સર્વ શ્રેષ્ઠ દાન મનાય છે. હિન્દુ સંસ્કૃતિમાં ઉત્તમોત્તમ પર્વ તરીકે આજના દિવસની ગણના થાય છે તેવી જ રીતે સમસ્ત માનવ સૃષ્ટિમાં બ્રાહ્મણોને શ્રેષ્ઠ માનવામાં આવે છે તેથી જ આજના પવિત્ર દિવસે સમસ્ત હિન્દુ સંસ્કૃતિ બ્રહ્મભોજન તેમજ બ્રહ્મદાન સહિતના કાર્ય કરતા હોય છે. તેથી જ આ પર્વને દિવસે કરેલું દાન અનેક ગણું ફળ આપે છે. મકરસંક્રાંતિ નિમિત્તે કુકાવાવ મુકામે પાઘડાળ પરિવાર દ્વારા ખુબજ સુંદર આયોજન કરી બ્રહ્મભોજન કરાવવામાં આવ્યું હતું.