અમરેલી જિલ્લા પોલીસ દ્રારા પોલીસ હેડ કવાર્ટર ખાતે આયોજિત ‘‘રમોત્સવ-૨૦૨૩‘‘નું સમાપન કરવામાં આવ્યું

અમરેલી જિલ્લા પોલીસ દ્રારા પોલીસ હેડ કવાર્ટર ખાતે આયોજિત ‘‘રમોત્સવ-૨૦૨૩‘‘નું સમાપન કરવામાં આવ્યું
Spread the love

અમરેલી જિલ્લા પોલીસ દ્રારા તા.૧૬/૦૧/૨૦૨૩ના પોલીસ હેડ કવાર્ટર ખાતે આયોજિત ‘‘રમોત્સવ-૨૦૨૩‘‘નું સમાપન કરવામાં આવ્યું

અમરેલી જિલ્લા પોલીસ દ્રારા પુરષ તથા મહિલા પોલીસ કર્મચારીઓની શારિરીક ફિટનેશ જળવાય રહે તે હેતુથી આજરોજ તા.૦૭/૦૧/૨૦૨૩ના રોજ પોલીસ હેડ કવાર્ટર ખાતે ‘‘રમોત્સવ-૨૦૨૩‘‘ ખેલ રમતનું આયોજન કરવામાં આવેલ હતું.

આ ‘‘રમોત્સવ-૨૦૨૩માં વિવિધ ઇવેન્ટ જેવી કે, ૧૦૦ મીટર દોડ,૪૦૦ મીટર દોડ, લોંગ જમ્પ,હાઇ જમ્પ,ગોળા ફેંક,ક્રિકેટ,૪૦૦ રીલે દોડ,કબડ્ડી,વોલીબોલ,ટેબલ ટેનિસ,બેડમિન્ટન,ખો-ખો રમતોનું આયોજન કરવામાં આવેલ હતું. આ રમતોત્સવમાં ૪૦૦થી વધારે પોલીસ અધિકારશ્રી/કર્મચારીઓએ ભાગ લીધેલ હતો.

તા.૧૬/૦૧/૨૦૨૩ના પોલીસ હેડ કવાર્ટર ખાતે આ ‘‘રમોત્સવ-૨૦૨૩‘‘નું સમાપન કરવામાં આવ્યું. મ્હે. પોલીસ અધિક્ષકશ્રી હિંમકર સિંહ સાહેબશ્રી દ્વારા તમામ વિજેતાઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં.

આ રમતોત્સવના અંતમાં મ્હે. પોલીસ અધિક્ષકશ્રી હિંમકર સિંહ સાહેબશ્રી દ્વારા વિવિધ ઇવેન્ટમાં ભાગ લેનાર પોલીસ અધિકારીશ્રી/કર્મચારીઓને અભિનંદન પાઠવામાં આવ્યાં અને જીવનમાં રમતના ફાયદા વિશે જાણકારી આપી અને તમામ વિજેતાઓને આગામી સમયમાં ભાવનગર રેન્જ લેવલ પર યોજાનાર રમતોત્સવમાં સારું પ્રદર્શન કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20230117-WA0059 IMG-20230117-WA0055 IMG-20230117-WA0010-1.jpg IMG-20230117-WA0011-2.jpg IMG-20230117-WA0014-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!