G-20 સમિટ-2023 નિમિત્તે વડોદરા જિલ્લાની ચાર નગરપાલિકાઓમાં સિટીવોક (મેરેથોન)

G-20 સમિટ-2023 નિમિત્તે વડોદરા જિલ્લાની ચાર નગરપાલિકાઓમાં સિટીવોક (મેરેથોન)
Spread the love

વૈશ્વિક ફલક ઉપર ભારતીય સંસ્કૃતિની “વસુધૈવ કુટુમ્બકમ્” ની વિભાવનાને ચરિતાર્થ કરવાની નેમ સાથે G-20 સમિટ-૨૦૨૩નું યજમાન ભારત  બન્યું છે.જેના ભાગરૂપે  ગુજરાતમાં G- 20 સમિટની મહત્વની ૧૬ ઇવેન્ટ યોજાઈ રહી છે. સમગ્ર રાજ્યની મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓ વિસ્તારમાં વસવાટ કરતા નગરજનો પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે કાર્યક્રમોમાં સામેલ થાય તથા વધુમાં વધુ જન ભાગીદારી કેળવાય તેવા શુભાશયથી G-20 સમિટ વર્ષ- ૨૦૨૩ના સમગ્ર વર્ષ દરમિયાન કાર્યક્રમની ઉજવણી સુચારૂ રીતે થાય તે માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વિવિધ  જુદા જુદા કાર્યક્રમોનું વર્ષ દરમ્યાન આયોજન કરવામાં આવ્યું છે.

જેના ભાગરૂપે વડોદરા જિલ્લાની પાદરા,કરજણ, ડભોઈ અને સાવલી નગરપાલિકામાં  આવતીકાલ તા.૨૧.૦૨.૨૦૨૩ ના રોજ સવારે  ૮:૩૦ કલાકે G-20 સિટિવોક (મેરેથોન) યોજવામાં આવી છે. આ G-20 સિટિવોક (મેરેથોન)માં નગરપાલિકા વિસ્તારના  ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ તથા  નાગરિકો ભાગ લેશે. નગરપાલિકા વિસ્તારની શાળાઓ, કોલેજો, સ્વૈચ્છિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, મહિલા મંડળો, સખી મંડળો, ખાનગી સંસ્થાઓ વગેરે પણ આ કાર્યક્રમમાં ભાગ લેનાર છે. NCC તથા NSS જેવી સંસ્થાઓ પણ તેમાં જોડાશે.

સમગ્ર વર્ષ દરમિયાન જુદા જુદા માસમાં વોર્ડ મિટિંગ, ભીંત ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ક્વીઝ સ્પર્ધા વગેરે કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં વધુમાં વધુ જન ભાગીદારી કેળવાય તેવાં પ્રયત્નો પણ હાથ ધરવામાં આવનાર છે. આયોજન કરવામાં આવનાર જુદી-જુદી સ્પર્ધાઓમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓ/નાગરિકોને નગરપાલિકાઓ દ્વારા વિવિધ પુરસ્કાર આપીને  સન્માનિત કરવામાં આવશે.

Admin

Admin

9909969099
Right Click Disabled!