હજીરાધાર માં હઝરતવલી હજીરાપીર ની દરગાહ ખાતે સામાજિક સંવાદિતા નો દર્શનીય નજારો

ગામ માં એક પણ મુસ્લિમ નું ઘર નથી તેવા હજીરાધાર માં હઝરતવલી હજીરાપીર ની દરગાહ ખાતે સામાજિક સંવાદિતા નો દર્શનીય નજારો અઢારે આલમ ની ઉપસ્થિતિ ઉર્ષ ઉજવાય છે
દામનગર ના હજીરાધાર ગામે એક પણ મુસ્લિમ નું ઘર નથી સંપૂર્ણ હિન્દૂ સમાજ ના પંદર સો જેટલી વસ્તી ધરાવતા હજીરાધાર ગામે પુરા અદબ થી વર્ષો થી ગામ સમસ્ત હજરતવલી હજીરાપીર નો ઉર્ષ ભવ્ય રીતે ઉજવાય છે અઢારે આલમ દ્વારા ભવ્ય ઝુલુસ શોભાયાત્રા સાથે એક પંગત માં હજારો વ્યક્તિ એક સાથે ભોજન પ્રસાદ મેળવે છે દૂરસદુર થી અસંખ્ય ગ્રામ્ય ધામેલ ભાલવાવ સુનિવાસ રાભડા ભટવદર દામનગર સહિત ના વિસ્તારો માંથી અવિરત માનવ પ્રવાહ હજરતવલી ના દર્શને પહોંચે છે દર વર્ષે જૂનાગઢ જિલ્લા ના મેંદરડા થી શ્રી એજ્યુકેશન ટ્રસ્ટ ના કૌશિકભાઈ જોશી સંચાલિત અતિ ગંભીર મનોદિવ્યાંગો ને લઈ હજરતવલી ની દરગાહ આકર્ષણ નું કેન્દ્ર બની રહે છે લોકો શ્રદ્ધા ભાવ સાથે ચાદર બાધા આખડી માનતા માને છે ગદગદિત કરતી માનવ મેદની વચ્ચે પુરા શાનોશોકત થી હજરતવલી ની દરગાહ ખાતે સામાજિક સંવાદિતા ના દર્શનીય નજારા સાથે કોમી એકયતા ભાતૃપ્રેમ ના હિમાયતી હઝરતવલી હજીરાપીર ના દર્શન કરી ધન્યતા અનુભવતા શ્રધ્ધાળુ ઓ ભાવિકો
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300